Kutch : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યાં વાતાવરણમાં બ્લેકઆઉટના પગલે બંદર તથા જુદી-જુદી કંપનીઓની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે ટેન્કર, ડમ્પર, ટ્રેઈલરોનાં પૈડાં થંભી ગયાં હતાં તેમજ જિલ્લા બહાર જતાં વાહનો રાત્રે બ્લેકઆઉટ થાય ત્યારે થંભી જતાં અને વહેલી સવારે નીકળતાં હોવાનું બહાર આવ્યું હતું.
જેના કારણે ગંતવ્ય સ્થાનો ઉપર એકાદ-બે દિવસ આવાં વાહનો મોડાં પહોંચ્યાં હતાં. દરમ્યાન ડમ્પર, ટેન્કર, ટ્રેઈલર સંગઠનો, સંચાલકોએ દેશસેવા કરવા તમામ પ્રકારની તત્પરતા બતાવી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ખાવડા, સીરક્રીક, નાગોર અને છેક આદિપુરમાં પણ પાડોશી મૂલકના ડ્રોનનો મલબો આવીને નીચે પટકાયો હતો.
આવામાં સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ કંડલા બંદર તથા અન્ય ઔદ્યોગિક એકમોની ગતિવિધિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.જેના કારણે માલવાહક વાહનોના ચાલકો, માલિકોને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો..
- Putin: રશિયાએ ઉત્તરપૂર્વીય યુક્રેનિયન શહેર પર ગ્લાઇડ બોમ્બ અને ડ્રોન હુમલો કર્યો, હોસ્પિટલને નિશાન બનાવી; સાત ઘાયલ
- Israel: ઇઝરાયલે બે વર્ષમાં છ મુસ્લિમ દેશોને કેવી રીતે ઘૂંટણિયે પાડી દીધા?
- Ahmedabad: CJI પછી અમદાવાદ કોર્ટમાં જજ પર જૂતું ફેંકાયું, આરોપીની ધરપકડ
- National Update: EPFO ના નવા નિયમો અમલમાં, તમારી આખી PF રકમ ઉપાડતા પહેલા આ બાબતો જાણી લો
- Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા, જેમાં 16 નવા ચહેરાઓનો સમાવેશ થાય તેવા એંધાણ