Kutch : અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલને યુદ્ધની સર્જાયેલી સંભવિત તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા રક્ત અને જરૂરી ક્રિટિકલ બેડની વ્યવસ્થા સાથે સુસજ્જ બનાવી દેવાઇ હતી. તબીબોથી લઇને તમામ પેરામેડિકલ સ્ટાફની રજાઓ પણ રદ કરી દેવાઇ હતી.
ગેઇમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઇ અને ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હીરાણીના જણાવ્યા મુજબ આવી સ્થિતિમાં સૌથી મહત્ત્વની કહી શકાય તેવી ઇમર્જન્સી સેવાને વધુ કાર્યાન્વિત કરી તમામ વ્યવસ્થા હાથવગી રાખવામાં આવી હતી. રક્ત, ઓક્સિજન અને દવાનો પૂરતો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે.
હોસ્પિટલની બ્લડબેંક દ્વારા લોહીના દરેક ગ્રુપની વ્યવસ્થા સાથે સેવા તૈનાત કરવામાં આવી છે. જનરેટરનો બેકઅપ જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યો હતો. ટ્રોમા ઉપરાંત બર્ન્સ વોર્ડ સહિતના પણ પૂરતા બેડ તૈયાર રખાયા હતા. હોસ્પિટલમાં રોજિંદી ચાલતી તમામ સેવા અને વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ રાખીને આ તમામ વ્યવસ્થા કરાઇ હતી.
આ પણ વાંચો..
- Sanju Samson: સંજુ સેમસને વિશ્વ રેકોર્ડ બનાવ્યો અને ટીમ ઈન્ડિયાની જીતનું રહસ્ય જાહેર કર્યું
- Surendranagar: સાંસદ ચંદુ સિહોરા મહિલા ગાયક પર મહેરબાન, 500 રૂપિયાની નોટ બતાવી લગાવ્યાં ઠુમકા, વીડિયો વાયરલ
- Chhattisgarh: ભયાનક અકસ્માત, અનિયંત્રિત બસ ઝાડ સાથે અથડાઈ, 6 લોકોના મોત, 15 ઘાયલ
- Gir Somnath: કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકી કોંગ્રેસમાં જોડાયા, દિનુ બોઘા અને શિવ સોલંકી પર પ્રહાર
- Ahmedabad: દારૂ ભરેલા વાહન સાથે ભાગી રહેલા તસ્કરો પર સ્ટેટ સર્વેલન્સ સેલે ગોળીબાર કર્યો, આરોપી ફરાર




