Kutch : અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલને યુદ્ધની સર્જાયેલી સંભવિત તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા રક્ત અને જરૂરી ક્રિટિકલ બેડની વ્યવસ્થા સાથે સુસજ્જ બનાવી દેવાઇ હતી. તબીબોથી લઇને તમામ પેરામેડિકલ સ્ટાફની રજાઓ પણ રદ કરી દેવાઇ હતી.
ગેઇમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઇ અને ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હીરાણીના જણાવ્યા મુજબ આવી સ્થિતિમાં સૌથી મહત્ત્વની કહી શકાય તેવી ઇમર્જન્સી સેવાને વધુ કાર્યાન્વિત કરી તમામ વ્યવસ્થા હાથવગી રાખવામાં આવી હતી. રક્ત, ઓક્સિજન અને દવાનો પૂરતો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે.
હોસ્પિટલની બ્લડબેંક દ્વારા લોહીના દરેક ગ્રુપની વ્યવસ્થા સાથે સેવા તૈનાત કરવામાં આવી છે. જનરેટરનો બેકઅપ જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યો હતો. ટ્રોમા ઉપરાંત બર્ન્સ વોર્ડ સહિતના પણ પૂરતા બેડ તૈયાર રખાયા હતા. હોસ્પિટલમાં રોજિંદી ચાલતી તમામ સેવા અને વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ રાખીને આ તમામ વ્યવસ્થા કરાઇ હતી.
આ પણ વાંચો..
- T20 world cup 2026 ની તારીખ નક્કી! ભારત ફાઇનલનું આયોજન ગુમાવી શકે છે
- Ragini MMS 3: રાગિની એમએમએસ 3′ માંથી નોરા ફતેહી બહાર, હવે એકતા કપૂરની નજર આ અભિનેત્રી પર છે
- Vice president: દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા
- Dewald brevis: ડેવાલ્ડ બ્રેવિસે બધા રેકોર્ડ તોડી નાખ્યા, SA20 લીગની હરાજીમાં આટલી કરોડની બોલી
- Balen shah: બાલેન શાહ કોણ છે? રેપરથી મેયર બનેલા, યુવા પેઢીના આંદોલનનો ચહેરો બન્યા