Kutch : નખત્રાણા તાલુકાના નાગલપર ખાતે ગુરુ ગરવા સમાજના 18મા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું.,જ્યાં સમાજના લોકો સાથે કુકમાં આશ્રમના મહંત રામગિરિ મહારાજને પણ બોલાવીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન મહાનુભાવોના સન્માન સમયે માંડવીના વકીલ રમણિક ગરવાએ સમસ્ત લોકોની હાજરીમાં મહંત પર હીચકારો હુમલો કરતાં સનસનાટી મચી જવા પામી હતી.
આ મામલે મહંતે હત્યાના પ્રયાસ બદલ માંડવીના વકીલ રમણિક ગરવા તથા તેના સાગરીત વિશાલ રવિલાલ ગરવા, મિરજાપર, ભુજ, દીપક તુલસી ગરવા અંગિયા, નખત્રાણા, પ્રકાશ દેવજી ગરવા ,મથલ, નખત્રાણા, ભદ્રેશ ભવાનભાઈ ગરવા, માધાપર, ભુજ, ધવલ હિરાભાઈ દવે, નખત્રાણા અને ભરત પુંજાભાઈ ગરવા, રહે.નખત્રાણા સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરીયાદ નોધી તમામ આરોપીઓ વિરુધ્ધ તપાસ હાથ ધરી છે
આ પણ વાંચો..
- National news: શાળા ફરી ખુલે તે પહેલા વાલીઓ માટે રાહત, સરકારે પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો ન કરવાનો નિર્ણય લીધો
- Navsari: સગીર પુત્રી પર બળાત્કાર ગુજારનાર પિતાની ધરપકડ; POCSO હેઠળ કેસ નોંધાયો
- Ahmedabad: બોપલમાં એક ગ્રાહકને ઓનલાઈન ઓર્ડરમાં શાકાહારી બર્ગરના નામે માંસાહારી બર્ગર પીરસવામાં આવતા ભારે હોબાળો મચી ગયો
- Kheda:વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌપ્રથમ પત્રકાર વનનુ લોકાર્પણ કરાયું
- Ahmedabad: નરોડા GIDC ફેઝ-3માં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, જેમાં બે લોકો ઘાયલ થયા




