Kutch : 22 કરોડના આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, શહેરી વિકાસ બોર્ડ, સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે. ટૂંક સમયમાં પ્રોજેક્ટનો સર્વે હાથ ધરાશે. આગામી એક વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન છે.જેનાથી રાપર નગરપાલિકાની સામાન્ય જનતા ને તેનો સીધો લાભ થશે.

જેના માટે નગરપાલિકાના યુવા પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત સુવઈ ડેમથી રાપર સુધી 22 કિલોમીટરની પાઈપલાઈન નાખવામાં આવશે.પ્રોજેક્ટમાં નગાસર તળાવને 4 ફૂટ ઊંડું કરવામાં આવશે. આંઢવાળા તળાવમાં પાણી સંગ્રહ કરવામાં આવશે.

આ યોજનાથી આથમણા નાકા, રતનપર, દુધડેરી વિસ્તાર, કેનેડા નગર, શંકરવાડી, વાઘેલાવાસ, ડોડીયા વાસ, મોટા વાસ, ઉલેટવાસ, દેરાસર વાસ, પોલીસ લાઈન અને તકિયાવાસ સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

આ પણ વાંચો..