પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે.
રાજકોટ. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.શ્રી બાવળિયાએ ઉમેર્યું કે, આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી.

Also Read:
- Taiwan: એશિયામાં નવા યુદ્ધનો અવાજ, તાઇવાનના આકાશમાં 21 ચીની ફાઇટર જેટ દેખાયા
- Kiara advani: સિદ્ધાર્થ મલ્હોત્રા પિતા બન્યો, કિયારા અડવાણીએ પુત્રીને જન્મ આપ્યો
- Hypersonic missile: ભારતની હાઇપરસોનિક મિસાઇલથી ચીન અને પાકિસ્તાન કેમ પરસેવો પાડી રહ્યા છે? જાણો વિશેષતા
- Putin: પુતિનનો 10 વર્ષનો દીકરો તેની માતા જેવો જ જિમ્નાસ્ટ નીકળ્યો, નવી તસવીર સામે આવી
- Panchayat: પંચાયત શ્રેણીના અભિનેતા આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યો, ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી; કહ્યું- ‘એક ક્ષણમાં બધું’