પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર  જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે.

રાજકોટ. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.શ્રી બાવળિયાએ ઉમેર્યું કે, આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય  યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી.

Also Read: