Kheda : માર્ગ અને મકાન વિભાગના તંત્રએ દાંડી માર્ગ પર પેચવર્ક કરી નાગરીકોની સુવિધામાં વધારો કરવા પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયત્નએ નાગરીકોની હાલાકીમાં વધારો કર્યો છે. આખા રોડ પર ઠેક-ઠેકાણે પેચવર્ક કરતા રોડ ઉબડ-ખાબડ બન્યો છે.

જેના કારણે હવે દાંડીમાર્ગ પર વાહનચાલકોને ‘ડિસ્કો રોડ’ જેવી અનુભૂતિ થઈ રહી છે. મળતી માહિતી મુજબ નડિયાદમાં માર્ગ અને મકાન (રાષ્ટ્રીય) અંતર્ગત ડભાણથી શરૂ થઈ અને ઉતરસંડા થઈ આણંદ તરફ જતો માર્ગ દાંડી માર્ગ જાહેર કરાયો છે.હજારો લોકોની આવન-જાવનવાળા આ રોડ પર ખાડા પડી ગયા હતા, જેના કારણે રોડની સપાટીને રીસર્ફેસ કરવાની જરૂર ઉભી થઈ હતી. પરંતુ તંત્ર દ્વારા આ દાંડીમાર્ગ પર રીસર્ફેસીંગ કરવાના બદલે માત્ર પેચવર્ક કરી દેવાયુ છે. માત્ર ખાડાઓ પર ડામર પાથરી દેવાયો છે.

પરીણામે હવે આ આખા રોડ પર ઠીંગડાઓનું સામ્રાજ્ય વધ્યુ છે અને અગાઉ ખાડાના કારણે મુશ્કેલી થતી હતી, તે હવે આ ઠીંગડાઓના કારણે નાગરીકોને ઉબડ ખાબડ રોડ પર જતા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. તંત્ર દ્વારા રોડની સપાટીની રીસર્ફેસીંગની કામગીરી કરવાના બદલે પેચવર્ક કરતા હવે દાંડીમાર્ગ ડિસ્કો રોડ બની ગયો હોવાની જાગૃતજનોમાં તિખળ ચાલી રહી છે.
આ પણ વાંચો..
- Ahmedabad: ટૂર પેકેજ સાથે મળ્યું એક ‘ગોલ્ડ મિશન’; મુસાફરોના ખિસ્સામાં 1.13 કરોડ રૂપિયાનું સોનું છુપાયેલું હતું.
- Suratમાં કૂતરાઓના ટોળાએ દીપડાને ભગાડી દીધો, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
- ગુજરાતના Valsadમાં 24 કલાકમાં 36 ઇંચ વરસાદ, કલેક્ટરે શાળાઓ બંધ કરી
- ભાજપ કોંગ્રેસ વચ્ચે જે ઈલુ ઇલુ ચાલે છે એને રાહુલ ગાંધીએ સાબિત કર્યું: Yogesh Jadwani AAP
- Mumbai-Ahmedabad bullet trainને મળી નવી ઝડપ, ટ્રેક પર ખેંચાયા પાવર કેબલ




