Kheda : માર્ગ અને મકાન વિભાગના તંત્રએ દાંડી માર્ગ પર પેચવર્ક કરી નાગરીકોની સુવિધામાં વધારો કરવા પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયત્નએ નાગરીકોની હાલાકીમાં વધારો કર્યો છે. આખા રોડ પર ઠેક-ઠેકાણે પેચવર્ક કરતા રોડ ઉબડ-ખાબડ બન્યો છે.

જેના કારણે હવે દાંડીમાર્ગ પર વાહનચાલકોને ‘ડિસ્કો રોડ’ જેવી અનુભૂતિ થઈ રહી છે. મળતી માહિતી મુજબ નડિયાદમાં માર્ગ અને મકાન (રાષ્ટ્રીય) અંતર્ગત ડભાણથી શરૂ થઈ અને ઉતરસંડા થઈ આણંદ તરફ જતો માર્ગ દાંડી માર્ગ જાહેર કરાયો છે.હજારો લોકોની આવન-જાવનવાળા આ રોડ પર ખાડા પડી ગયા હતા, જેના કારણે રોડની સપાટીને રીસર્ફેસ કરવાની જરૂર ઉભી થઈ હતી. પરંતુ તંત્ર દ્વારા આ દાંડીમાર્ગ પર રીસર્ફેસીંગ કરવાના બદલે માત્ર પેચવર્ક કરી દેવાયુ છે. માત્ર ખાડાઓ પર ડામર પાથરી દેવાયો છે.

પરીણામે હવે આ આખા રોડ પર ઠીંગડાઓનું સામ્રાજ્ય વધ્યુ છે અને અગાઉ ખાડાના કારણે મુશ્કેલી થતી હતી, તે હવે આ ઠીંગડાઓના કારણે નાગરીકોને ઉબડ ખાબડ રોડ પર જતા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. તંત્ર દ્વારા રોડની સપાટીની રીસર્ફેસીંગની કામગીરી કરવાના બદલે પેચવર્ક કરતા હવે દાંડીમાર્ગ ડિસ્કો રોડ બની ગયો હોવાની જાગૃતજનોમાં તિખળ ચાલી રહી છે.
આ પણ વાંચો..
- Delhi Government : હવે આ મહિને દિલ્હીમાં કૃત્રિમ વરસાદ નહીં થાય, જાણો આ પ્રોજેક્ટ કેમ મુલતવી રાખવામાં આવ્યો?
- સરકારે ₹૧.૦૭ લાખ કરોડની ELI યોજનાને મંજૂરી આપી, ૩.૫ કરોડ નોકરીઓ આપવાનું લક્ષ્ય, કર્મચારીઓને ₹૧૫,૦૦૦ ની પ્રોત્સાહન રકમ મળશે
- Cabinet એ રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, 3.5 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરશે
- GST day: નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ
- ભારતથી હાર્યા પછી પાકિસ્તાનના હોશ ઉડી ગયા! હવે Ishaq Dar એ શું કહ્યું તે જાણીને તમે હસી પાડશો