Manmohan Singh: ભારતના માન. પૂર્વ વડાપ્રધાનશ્રી ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે “કાંકરિયા કાર્નિવલ2024″ના આજ તા. 27 ડિસેમ્બર 2024ના રોજના તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવેલ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી સ્વર્ગસ્થ ડો.મનમોહન સિંહ ના ગઈ રાત્રે થયેલા અવસાન અંગે 

સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષી ને  તા.૨૭ ડિસેમ્બરે શુક્રવારે યોજાનારા મુખ્યમંત્રીશ્રીના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. સિંહે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં અંતિમ શ્વાસ લીધા. 92 વર્ષીય સિંહને ગુરુવારે સાંજે બગડતી તબિયતના કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતના 14મા વડાપ્રધાન મનમોહન સિંહને દેશમાં આર્થિક સુધારાના પિતા માનવામાં આવે છે.