Raju Borkhataria AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ ઉપાધ્યક્ષ તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ ચૂંટણીમાં થઈ રહેલી ગેરરીતિને પકડી પાડી હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી ચાલી રહી છે, તેમાં ખૂબ જ ગેરરીતી જોવા મળી છે. આ ચૂંટણીમાં બોગસ મતદાન થઈ રહ્યું છે. જ્યાં માર્કેટિંગ યાર્ડની અંદર ચૂંટણી થઈ રહી છે ત્યાં ચૂંટણી અધિકારી બેઠા છે એમની બાજુના રૂમમાં ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવીને બોગસ મતદારોને મોકલવામાં આવી રહ્યા છે. બોગસ મંડળીઓ તો બનાવી જ હતી પરંતુ હવે બોગસ મતદારો પણ આપણને જોવા મળી રહ્યા છે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા Raju Borkhatariaએ જણાવ્યું હતું કે, ખરેખર જે મતદાર ન હોય અથવા તો જે લોકો મત આપવા માટે હાજર ન હોય એવા લોકોના આધાર કાર્ડ બનાવીને બોગસ મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. બીજી ઘટના એવી પણ બની કે, એક વ્યક્તિ મત આપવા માટે આવે છે અને ચૂંટણી અધિકારીને કહે છે કે “મારે મત નાખવો છે” ત્યારે એ વ્યક્તિને જણાવવામાં આવે છે કે એ વ્યક્તિનો મત ઓલરેડી પડી ગયો છે. આ બાબત જ્યારે અમારા ધ્યાનમાં આવી તો અમે અધિકારી અને પોલીસ સુધી અને પહોંચાડવાની કોશિશ કરી પરંતુ ત્યાં જે ભ્રષ્ટ લોકો હતા એ લોકો દ્વારા તેની સાથે ધક્કામુક્કી કરીને તેને બહાર ખસેડી દેવામાં આવ્યો. તો આ રીતે માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખૂબ જ ગેરરીતિ થઈ છે, પૂરેપૂરું મતદાન બોગસ થયું છે.