Jamnagarના કુખ્યાત શખ્સ દિવલા ડોને માત્ર ૨૪ કલાકના સમય ગાળામાં ફરી પોત પ્રકાશયું છે.અને મહાકાળી સર્કલ નજીક આવેલી એક નોનવેજની રેકડીએ હંગામા મચાવ્યો હતો. તથા ફેંકડીધારક પિતા-પુત્રને માર માર્યો હતો.

રેંકડી બંધ કરીને જઈ રહેલા પિતા-પુત્રને રેંકડી ફરી શરૂ કરી નાસ્તો આપવા દબાણ કરી માર માર્યો

Jamnagarમાં યાદવ નગર વિસ્તારમાં | રહેતા અને નોનવેજ ની રેકડી ચલાવતા । ગોવિંદભાઈ રામનાથ ગોડ (ઉ.વ.૪૯)મહાકાળી સર્કલ વિસ્તારમાં આવેલી પોતાની નોનવેજ ની રેકડી બંધ કરીને પુત્ર વિપુલ સાથે ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રાત્રિના પોણા બારેક વાગ્યાના અરસામાં દિવલો ડોન પોતાના સાગરીત સુનિલ માણેક શમીર, તથા અન્ય એક સાગરિત સાથે મળી નાસ્તો કરવા માટે આવ્યો હતો. અને ચારેય લોકોએ બંધ કરેલી રેકડી ને ફરીથી ખોલીને નાસ્તો આપવા જણાવ્યું હતું. જેથીફરીથી રેકડી ખોલવાની ના પાડતાં ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા, અને લાકડાના ધોકા વડે પિતા પુત્ર ઉપર હુમલો કરી દીધો હતો. જેમાં રેકડી ધારક ગોવિંદભાઈ ને હાથમાં ફેક્ચર સહિતની ઈજા થઈ હતી.

આ હુમલા ના બનાવ અંગેની જાણ થતાં સીટી સી. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. ખલીફા બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ દોડી ગયા હતા, અને ગોવિંદભાઈ ની ફરિયાદ ના આધારે આરોપી દિવલા ડોન, સુનિલ માણેક, સમીર અને તેના એક અન્ય સાગરીત સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધ ખોળ હાથ ધરી છે.