Jamnagar લાલપુર તાલુકાના મેઘપર પંથકમાં એસ.ઓ.જી.ની ટુકડીએ બે સ્થળે દરોડા પાડી ગરીબ દદીઓ સાથે ચેડાં કરી રહેલા બે બોગસ તબીબને ઝડપી લીધા છે. અને તેઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રામદૂતનગર વિસ્તારમાં ડિગ્રી વગર બન્ને ચલાવતા હતા દવાખાના : દવાઓ, મેડિકલ સાધનો કબજે મળી આવ્યો હતો.
Jamnagarની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ સૌપ્રથમ બનાવટી તબીબો ના સંદર્ભમાં ચેકિંગ હાથ ધર્યું હતું, અને રામદૂત નગર વિસ્તારમાંથી પ્રોવાસ નિત્યાનંદ બીશ્વાસ નામના એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો હતો. જેના દવાખાનામાં મેડિકલ ની ડીગ્રી અંગે તપાસ કરતાં તેની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં ગરીબ દદીઓને તપાસી તેઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો આથી તેની અટકાયત કરી લઈ, તેના દવાખાનામાંથી જુદી જુદી દવાઓ અને તેને લગતા સાધનો કબજે કરી લીધા છે.
આ ઉપરાંત રામદૂત નગર વિસ્તારમાંથી જગેરકાયદે દવાખાનું ચલાવી રહેલા મિલ્ટન રતનભાઈ બીશ્વાસ નામના ૨૪ વર્ષના પરપ્રાંતીય શખ્સને ઝડપી લઇ દવાઓ તથા મેડિકલ સાધનો કબજે લઇ તેની સામે પણ ગુનો નોંધ્યો હતો.