Jamnagarના શરૂ સેક્સન રોડ પર ના એક એપાર્ટમેન્ટ ના ફ્લેટમાંથી થોડા દિવસ પહેલા ૩.૪૫ લાખની કિંમતના સોનાના ઘરેણાની ચોરી થવા આપી હતી. આ ગુનાની તપાસ કરતા પોલીસ ટુકડીએ એક આરોપીને ઝડપી લઈ ચોરી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.
Jamnagar: ચોરાઉ દાગીના તેનો મામો વેચવા આવતા દબોચી લેવાયો
Jamnagar મા શરૂ સેક્શન માર્ગે, અપૂર્વ રેસીડેન્સી મા પાંચ માળે રહેતા આશુતોષ સિંહ કુશવાહાના ઘરમા કોઈ તસ્કરોએ પ્રવેશી રૂમમા રહેલ તીજોરી માથી અલગ અલગ સોનાના દાગીના કુલ વજન ૯૫ ગ્રામ કી.રૂ.૩,૪૫,૦૦૦ ચોરી કરી લઈ જતા ફરિયાદ નોંધાવાઈ હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજમાં બનાવવાળી જગ્યાની આજુ- બાજુ એક ઈસમ શંકાસ્પદ લાગતા તેના વીડીઓ તથા ફોટા પાડી તેની તપાસ કરી હતી.
ખાનગી બાતમીદારો મારફત વધુ તપાસ કરી કરાવતા આરોપી ધરૂણવયનો હોવાનું અને ચોરી થયેલું સોનું વેચવા તેના મામા નિકળ્યો હોવાનું હાલ તે બંશી હોટલ પાસે પુલ નીચે ઉભો હોવાની બાતમી મળતાં તેના આધારે તપાસ કરતાં વીક્કી રણછોડભાઈ ડાભી (ઉ.વ.રર) મળી આવ્યો હતો.
જેની અંગઝડતી કરતા તેના ખીસ્સામાંથી એક રૂમાલ બાંધેલી પોટલીમાંથી સોનાના દાગીના મળ્યા હતા. આધાર પૂરાવો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ. તેની પુછપરછ કરતાં તેનો સગીર વયનો ભાણેજ દાગીનાની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોતે જો વેચવા નીકળશે, તો તો તેની તેની ઉંમર ઉમર નાની હોવાથી બધા તેને ઓળખી જશે. જેથી આ સોનું બજારમાં વેચી નાખવા તેને આપ્યાની કબૂલાત આપતા પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલાં સોનાના દાગીના કી. રૂા.૩,૪૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.