Jamnagarમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી પરિણીતાના ચાર વર્ષના પુત્ર સાથે પતિ છેલ્લા એક માસથી લાપતા બની ગયો હોઈ પોતાના પુત્રને શોધવા માટે સસરાના ઘેર ગયેલી પરિણીતા પર સાસુ સસરા અને જેઠે પેટ્રોલ છાંટયું હતું. અને સળગાવવાનો પ્રયાસ થાય તે પહેલાં પરિણીતા ત્યાંથી નીકળી ગઈ હતી. અને સિટી સી. ડિવિઝન પોલીસ મથકે આવીને સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે સાસુ સસરા અને જેઠ સહિતના ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે.
Jamnagar:પોલીસ દ્વારા સાસુ, સસરા, જેઠની અટકાયતઃ પતિના પ્રથમ લગ્નનો કેસ ચાલતો હોઇ કોર્ટમાં હાજર થવું ન પડે તે માટે પુત્રને લઇને ફરાર થયાનું ખુલ્યું
Jamnagarમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી શહેનાઝબેન વસીમભાઈ ખફી નામની ૨૫ વર્ષની પરિણીતા કે જેનો પતિ વસિમ એકાદ માસ પહેલા ચાર વર્ષના પુત્ર ઓસમાણને લઈને ક્યાંક લાપત્તા બની ગયો છે. જે અંગે શહેનાઝ બેને અગાઉસીટી સી. ડિવિઝન પોલીસમાં ગુમ નોંધ પણ કરાવી હતી. પોલીસની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું, કે વસીમે શહેનાઝ બેન સાથે બીજા લગ્ન કર્યા છે. જેના પ્રથમ લગ્ન થકી કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અને કોર્ટમાં તેને હાજર થવું ન પડે, તે માટે પુત્ર સાથે લાપતા બન્યા છે.
તે પુત્રની શોધખોળ માટે પરિણીતા પોતાના સસરા હાજીભાઈ ઓસમાણભાઈ ખફીના ઘેર ગઈ હતી. જ્યાં ઝઘડો થયા પછી સસરા હાજીભાઈ, સાસુ સુબેદાબેન અને જેઠ આસિફ ભાઈ હાજીભાઈ ખફીએ તેણી ઉપર પેટ્રોલ છાંટી દીધું હતું. જેને સળગાવી દેવાનો પ્રયાસ થાય તે પહેલાં જ તેણી ત્યાંથી નીકળી ગઈ હતી, અને જામનગરના સીટી સી. ડિવિઝન નો સંપર્ક સાધ્યો હતો. અને પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝનના પોલીસે ગુનો નોંધ્યો છે અને સસરા હાજીભાઈ, સાસુ ઝુબેદાબેન અને જેઠ આશિફભાઈની અટકાયત કરી લીધી છે, જ્યારે પતિ વસીમની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.