ગુજરાતના સરકારી બાબુઓની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના ખેડા જિલ્લા પંચાયતના કર્મચારીઓની લાલીયાવાડી સામે આવી છે. જાગૃત નાગરીક દ્વારા કરવામાં આવેલી માહિતી અધિકાર અધિનિયમની અરજી જિલ્લા પંચાયતના સંકુલમાં એક વિભાગમાંથી બીજા વિભાગમાં મોકલવામાં 29 દિવસનો સમય લગાડવામાં આવ્યો છે. જેના કારણે કર્મચારીઓની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
મળતી માહિતી મુજબ રાજ પટેલ નામના યુવક દ્વારા પોતાની એક ભ્રષ્ટાચાર સબંધિત ફરીયાદની માહિતી અધિકાર અધિનિયમની અરજી અન્વયે જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને માહિતી માંગતી અરજી 31 ડિસેમ્બર, 2024ના રોજ કરી હતી. આ અરજી 31 ડિસેમ્બરે કર્યા બાદ નિયમોનુસાર 30 દિવસના સમયગાળામાં અરજદારને જવાબ આપવાનો હોય છે.

તેવા સંજોગોમાં જિલ્લા પંચાયતના ડીડીઓના ટપાલ વિભાગમાં 31 ડિસેમ્બરે કરેલી અરજી ટપાલની સામેના જ વિભાગમાં 4 પગલાં દૂર બેસતા ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.)ને 29 દિવસ બાદ 28 જાન્યુઆરીએ મળી હતી. જે બાદ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.) દ્વારા આ અરજીનો જવાબ 5 ફેબ્રુઆરી, 2025ના રોજ અરજદારને પાઠવવામાં આવ્યો હતો. જેમાં તપાસ ચાલુ હોવાથી માહિતી નહીં આપી શકાય તે અંગેનો કાયદો આગળ ધરી દેવાયો હતો.
જો કે, સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે, એક જ કચેરીમાં પ્રથમ માળે સામસામે આવેલા વિભાગોમાં અરજી મોકલતા 29 દિવસનો સમય કેમ લાગ્યો? તેમજ 29 દિવસ સુધી આ અરજી ક્યાં પડી રહી? તે પણ મહત્વનો પ્રશ્ન છે. તો સાથે જ કર્મચારીઓની આટલી બધી બેદરકારી કેમ? અને આવા બેજવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવાશે કે કેમ? તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.
આ મામલે અરજદાર રાજ પટેલ દ્વારા જણાવાયુ કે, આ ભ્રષ્ટાચાર સબંધિત મામલો હતો, જો આ સિવાય કોઈ અતિ સંવેદનશીલ બાબતની અરજી હોય અને તેને એક વિભાગમાંથી બીજા વિભાગમાં મોકલવામાં 28 દિવસનો વિલંબ કરે તે કેવી રીતે ચલાવી લેવાય? આ મામલે ઉચ્ચ કક્ષાએ પણ ફરીયાદ કરી છે.
આ પણ વાંચો..
- Surat તાપી નદીમાં કૂદીને દંપતી અને તેના સગીર પુત્રએ કરી આત્મહત્યા
- Ranbir Kapoor મે મહિનાથી રામાયણ ભાગ 2 નું શૂટિંગ શરૂ કરશે, સાઈ પલ્લવી ‘અશોક વાટિકા’ ના દ્રશ્ય માટે તૈયાર છે
- Myanmar ભારતની મદદનો ચાહક બન્યો, કૌભાંડમાં ફસાયેલા 4 ને મોકલ્યા પાછા
- Kesari Chapter 2 Movie Release : ‘કેસરી 2’ એ દર્શકોના દિલ જીતી લીધા, અક્ષય માટે ચાહકોનો સૂર, ‘રાષ્ટ્રીય પુરસ્કાર મળવો જોઈએ’
- RCB vs PBKS IPL 2025: RCB આજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે