India Pakistan War : ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, કચ્છમાં ડ્રોન અને મિસાઈલ હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં ડ્રોન અને મિસાઈલ તોડી પાડવામાં આવી છે અને કચ્છમાં 4 સ્થળો પર ડ્રોન-મિસાઇલ તોડી પડાઇ છે.
પાકિસ્તાન સાથે તણાવને લઈ કચ્છમાં તંત્ર એલર્ટ
પાકિસ્તાન સાથે તણાવને લઈ કચ્છમાં તંત્ર એલર્ટ મોર્ડ પર છે, જિલ્લા વહીવટી તંત્રની નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે, કામ સિવાય બહાર નીકળવું નહી અને ઘરની અંદર જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે, તંત્રનું કહેવું છે કે નાગરિકોએ ગભરાવવું નહી અને સુરક્ષા-સલામતી માટે સતર્ક રહેવા અપીલ કરી છે.
LOC પર 26 સ્થળોએ પાકિસ્તાનના ડ્રોન જોવા મળ્યા છે
આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા છે. આમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે. આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતિપોરા, નાગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લખી નાલાનો સમાવેશ થાય છે. દુર્ભાગ્યવશ, એક સશસ્ત્ર ડ્રોન દ્વારા ફિરોઝપુરમાં એક નાગરિક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક પરિવારના સભ્યો ઘાયલ થયા હતા. ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે અને સુરક્ષા દળો દ્વારા વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો..
- US પાકિસ્તાનને કેમ અપનાવી રહ્યું છે? ભૂતપૂર્વ CIA અધિકારી એ કર્યો મોટો ખુલાસો
- Sri Ramayana Yatra : રામ ભક્તો માટે ખાસ તક, 30 થી વધુ તીર્થ સ્થળો માટે ખાસ ટ્રેનો
- Shubman Gill નું શાનદાર ફોર્મ ચાલુ, સતત સદી ફટકારી, સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો
- Kapil Sharma એ 63 દિવસમાં 11 કિલો વજન ઘટાડ્યું, ફિટનેસ કોચે જણાવ્યું રહસ્ય, જાણો આ ખાસ ફોર્મ્યુલા
- Jasprit Bumrah: મોહમ્મદ સિરાજ જસપ્રીત બુમરાહ સાથે નબળા પડી ગયા, ચોંકાવનારી હકીકત જાણો