India Pakistan War : ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, કચ્છમાં ડ્રોન અને મિસાઈલ હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં ડ્રોન અને મિસાઈલ તોડી પાડવામાં આવી છે અને કચ્છમાં 4 સ્થળો પર ડ્રોન-મિસાઇલ તોડી પડાઇ છે.
પાકિસ્તાન સાથે તણાવને લઈ કચ્છમાં તંત્ર એલર્ટ
પાકિસ્તાન સાથે તણાવને લઈ કચ્છમાં તંત્ર એલર્ટ મોર્ડ પર છે, જિલ્લા વહીવટી તંત્રની નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે, કામ સિવાય બહાર નીકળવું નહી અને ઘરની અંદર જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે, તંત્રનું કહેવું છે કે નાગરિકોએ ગભરાવવું નહી અને સુરક્ષા-સલામતી માટે સતર્ક રહેવા અપીલ કરી છે.
LOC પર 26 સ્થળોએ પાકિસ્તાનના ડ્રોન જોવા મળ્યા છે
આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા છે. આમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે. આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતિપોરા, નાગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લખી નાલાનો સમાવેશ થાય છે. દુર્ભાગ્યવશ, એક સશસ્ત્ર ડ્રોન દ્વારા ફિરોઝપુરમાં એક નાગરિક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક પરિવારના સભ્યો ઘાયલ થયા હતા. ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે અને સુરક્ષા દળો દ્વારા વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો..
- Suratમાં ચોંકાવનારી ઘટના, તૂટેલા મોબાઈલના ગુસ્સામાં 22 વર્ષની પુત્રીએ કરી પિતાની હત્યા
- ભારતીય રેલ્વેએ રચ્યો ફરી ઇતિહાસ, સુરતના ધબકતા હૃદયને લઇ Vande Bharat trainને અમદાવાદ પહોંચી
- Ahmedabad: 2 નવેમ્બરથી શરૂ થશે નવી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન, જાણો રૂટ અને સંપૂર્ણ સમયપત્રક
- Gujaratની શાળાઓમાં હવે ‘વેલનેસ ટીમ’ ફરજિયાત, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે નવી વ્યવસ્થા
- Horoscope: 2 નવેમ્બરે આ 5 રાશિઓને થશે લાભ, જાણો આજનું રાશિફળ




