India Pakistan War : પાકિસ્તાન દ્વારા ભારતના સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલો કરતાં ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તમામ મીસાઈલને તોડી પાડી હતી.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સુરક્ષાના કારણોસર ગુજરાતના એક મહત્વપૂર્ણ બંદર પર તમામ કામકાજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે અને બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતાને નકારી શકાય તેમ નથી.આ પરિસ્થિતિની અસર હવે ભારતના પશ્ચિમ કિનારે, ખાસ કરીને ગુજરાતના બંદરો પર પણ જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રા અદાણી પોર્ટ પર તમામ કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના ભયને ધ્યાનમાં રાખીને અને સુરક્ષાના કારણોસર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુન્દ્રા પોર્ટ ભારતનું એક વ્યસ્ત અને વ્યૂહાત્મક રીતે મહત્વનું બંદર છે. પાકિસ્તાન સાથેના તણાવને જોતા, દરિયાઈ સીમા પર અને બંદરોની સુરક્ષા વધારવામાં આવી છે. આ નિર્ણય દરિયાઈ માર્ગે કોઈપણ સંભવિત ઘૂસણખોરી કે હુમલાના પ્રયાસને રોકવા માટે લેવાયેલા સાવચેતીના પગલાનો એક ભાગ છે. પોર્ટ પર તમામ પ્રકારના લોડિંગ અને અનલોડિંગ સહિતના કામકાજ હાલ પૂરતા બંધ કરી દેવાયા છે.
આ પણ વાંચો..
- દિલ્હી પછી હવે Ahmedabadમાં પણ અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- Gujaratના અમરેલીમાં એક ઝડપ ગતિએ આવતી કાર ઝાડ સાથે અથડાતાં ત્રણ લોકો થયા બળીને ખાક
- Gujarat સરકારનું ડ્રગ્સના વિરોધમાં મોટું પગલું, રોલિંગ પેપર્સ અને સ્મોકિંગ કોન પર મૂક્યો પ્રતિબંધ
- પંજાબની જેમ ગુજરાત સરકાર પણ ખેડૂતોને, ભાગિયાઓને અને ખેતમજૂરોને વળતર ચૂકવે: Gopal Italia
- ગાંધીનગરમાં લાયન્સ ઇન્ટરનેશનલના ISAME-2025 ફોરમનો પ્રારંભ કરાવતા CM Bhupendra Patel





