Gujaratના ખેડા જિલ્લામાં માતરના રતનપુર ગામમાં હિન્દુ સમાજનો વરઘોડો પોલીસ સુરક્ષા વચ્ચે કાઢવો પડ્યો હોવાની ચર્ચાઓ ઉઠી છે. આ ગામની વસ્તી વધારે છે અને હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ બહોળા પ્રમાણમાં રહેતા હોય, અગાઉ હિન્દુ સમાજના ધાર્મિક કાર્યક્રમો વખતે તેમને હેરાન કરાયા હોવાની ફરીયાદો ઉઠી હતી. જે-તે સમયે સમાધાન કરી અને સમજૂતી કરાર કરાયા હતા. જો કે, આ વચ્ચે 28 એપ્રિલના દિવસે ગામના હિન્દુ સમાજના લગ્ન પ્રસંગમાં ચોક વિસ્તારમાં ગરબા ન રમવા દેવાતા મામલો ગરમાયો હતો.

મળતી માહિતી મુજબ Gujaratના માતર તાલુકાના રતનપુર ગામના હિન્દુ સમાજ દ્વારા આરોપ લગાવાયો છે કે, કેટલાક ઈસમો દ્વારા હિન્દુ ધર્મના ધાર્મિક અને સામાજીક તહેવારો બંધ કરાવવા પેંતરા કરાઈ રહ્યા છે. જ્યારે હિન્દુ તહેવારો આવે ત્યારે પૂર્વ સરપંચ બિસ્મિલ્લાખાન પઠાણ મુસ્લિમ સમાજની આગેવાની લઈ અને માથાકૂટો ઉભી કરવા પ્રયાસ કરે છે.

આ અંગે માતર પોલીસને અપાયેલી લેખિત અરજીમાં હિન્દુ સમાજે જણાવ્યુ છે કે, 28 એપ્રિલના રોજ ગામના એક પરીવારમાં બાબરીના પ્રસંગને લઈ મહાદેવના મંદિરે પગે લગાડવા લઈ ગયેલા અને ચોકમાં ગરબા ગાતા સમયે બિસ્મિલ્લાખાન પઠાણ જાહેરમાં ગરબા ગાઈ રહેલા તમામ હિન્દુ સમાજના લોકોને ગમે તેમ ગાળો બોલી જણાવ્યુ હતુ કે, ‘આ ડીજે વગાડવાનું બંધ કરી દો, અહીંયા ગરબા નહીં ગાવાના, આ અમારી ભાગોળ છે, અહીંયા તમારે હિન્દુઓએ આવવાનું નહી.’ આ મુજબ 2 વર્ષથી હિન્દુ સમાજના પ્રસંગો કાયદાના ડર વિના બંધ કરાવવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા છે. જેથી રાજકીય વગવાળા માજી સરપંચ સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી. 

તો બીજા દિવસે ગામમાં હિન્દુ સમાજના લગ્નના ગરબા ચોકમાં રમવાના હતા, ત્યાં ન રમવા માટે અગાઉથી જ માજી સરપંચે જણાવ્યુ હતુ અને સ્થાનિક પોલીસ દ્વારા પણ આવી અને ચોકમાં ગરબા ન રમતા ગલીમાં ગરબા રમવા જણાવ્યુ હોવાનો આક્ષેપ છે. જેથી હિન્દુ સમાજે પોલીસ પ્રોટેક્શન વચ્ચે પોતાની ગલીમાં ગરબા રમ્યા હતા, તેમ પણ ચર્ચાઓ ઉઠી છે.

જિલ્લા પોલીસ વડાએ ખંડન કર્યુ

આ સમગ્ર મામલે Gujarat પોલીસના ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યુ હતુ કે, રતનપુર ખાતે જે વાતો સામે આવી છે, તે પૂર્વ સરપંચે વરઘોડો કાઢવા પર ફરમાન જાહેર કર્યુ. તો આવી કોઈ વાત સાચી નથી, ગેરસમજ થયેલી છે. રતનપુર વધારે વસ્તી અને હિન્દુ-મુસ્લિમ બંને વસ્તી ધરાવતુ ગામ છે, 2 વર્ષ પહેલાં બંને ધર્મના વચ્ચે અમુક પ્રકારના અવિશ્વાસનું વાતાવરણ, શંકા-કુશંકા અને અફવાઓ થતી હતી, તેના કારણે ગામના આગેવાનોએ જૂન 2023માં બંને પક્ષના આગેવાનો અને સાક્ષીઓ દ્વારા લેખિતમાં સમજૂતી કરી હતી. જે બાબતોએ માથાકૂટ થતી હતી, તે મુજબ એકબીજા પર ખોટી કાર્યવાહી કરાવવી નહી, એકબીજાના ધાર્મિક પ્રસંગમાં અડચણ ન થાય તે પ્રકારની તકેદારી રાખવા જેવી અનેક બાબતો પર લેખિત સમજૂતી કરાઈ હતી. જેમાં બંને સમાજના લોકોએ સહી કરી હતી.

પોણા બે વર્ષ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નથી. પરંતુ 28 તારીખે એક પરીવારના બાબરીના પ્રસંગમાં ડીજે વાગતુ હશે, જે બાબતે સમજૂતી અંગેની વાત કરી અને જે વગાડો છો તે સમજૂતીની વિરુદ્ધ છે, તે બાબતે મનમુટાવ થયો હતો. તે બાબતની અરજી પોલીસ સ્ટેશનમાં અપાઈ હતી. પોલીસે તુરંત પગલાં લઈ આક્ષેપિતની અટકાયત કરી જામીન લીધા હતા. વરઘોડો પોલીસ પ્રોટેક્શન અંદર નીકળ્યો, તેવુ નથી.

પરંતુ 2 દિવસ પહેલા જ્યારે લગ્ન હતા, ત્યારે પોલીસ ઈન્સપેક્ટરે જાતે તકેદારી રાખી અને ગામમાં અવિશ્વાસનું વાતાવરણ હોય, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અને અન્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય, તે માટે પી.આઈ. અને તેમની ટીમ ગામના ચોકમાં હાજર થયા હતા અને શાંતિપૂર્ણ રીતે વરઘોડો પસાર થયો હતો. જેથી આવી કોઈ બિના નથી. ગઈકાલે ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓએ ત્યાં બંને પક્ષ સાથે બેઠક કરી શાંતિ સ્થપાય તે માટે બેઠક પણ કરાઈ હતી.

આ પણ વાંચો..