ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું મુશ્કેલ થઇ ગયું છે. કારણે ફરી RTOના સર્વરમાં ખામી સર્જાઈ છે. એટલે હવે રાજ્યભરમાં બે દિવસ ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય. RTOનું સર્વર ખરાબ થતા ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં થાય. સર્વર ખરાબ હોવાના કારણે અનેક અરજદારોને હાલાકી પડી રહી છે. માર્ચ મહિનામાં 20 દિવસ બંધ રહ્યા બાદ હવે ફરીથી સર્વરમાં ખામી થઈ છે અને ફરી મેઈન્ટેનન્સના નામે સર્વર બંધ કરાયું છે. જેમને આ દિવસોમાં અપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. તેમને હવે ફરીથી નવી અપોઈન્ટમેન્ટ અપાશે.

ખાસ કરીને ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતની કામગીરી માટે નવેસરથી ઓનલાઈન એપોઈમેન્ટ લેવાની ફરજ પડતા તંત્રની કામગીરી સામે રોષની લાગણી પ્રવતી રહી છે. ત્રણ દિવસ આરટીઓ કચેરીમાં તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી બંધ રહેશે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગની મોટાભાગની કામગીરી ઓનલાઈન થઈ ચૂકી છે. ડિજિટલાઈઝેશનના નામે ઓનલાઈન શરૂ કરી દેવાયેલી કામગીરીમાં દર મહિને રેગ્યુલર પંકચર પડી રહ્યું છે. સર્વર ડાઉન હોવાનું કે સર્વરમાં અન્ય ટેકનિકલ પ્રશ્ન ઉપસ્થિત થયો હોવાનું જણાવી આરટીઓ તંત્ર દ્વારા હાથ ઉંચા કરી લેવામાં આવે છે. સવારે ઓનલાઈન સર્વર ઠપ્પ થઈ જતાં દોઢ માસ અગાઉથી એપોઈમેન્ટ લેનારા સેંકડો લોકો અટવાયા હતા.

સવારથી જ આરઆટીઓ કચેરીના દરવાજે લાઈસન્સ સહિતની કામગીરી માટે આવેલા લોકો પર ઉનાળે ઘરે પરત ફર્યા હતા. ખોટકાયેલું સર્વર ફરી શરૂ થવાની આશાએ બપોરે 40 ડિગ્રી ગરમી વચ્ચે સંખ્યાબંધ લોકો અસહ્ય તાપમાં શેકાઈ રહ્યા છે.