Gujarat: સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ સજ્જ થઈ છે. પહેલી મેથી 31મી મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં ખાસ ‘હેલ્મેટ ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ નિયમ તોડનારા સરકારી અધિકારીઓ સામે પણ લાલ આંખ કરવામાં આવશે.

ગુજરાત પોલીસના ઇન ચાર્જ આઈજી (STB) મકરંદ ચૌહાણ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, મોટર વાહન અધિનિયમની કલમ 129 મુજબ ટુ-વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર (પિલિયન રાઇડર) બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે.

સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરવાની બાબતમાં બેદરકારી ન દાખવે તે માટે તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસ કહેનાત રહેશે. હેલ્મેટ વગર ઓફિસ આવતા કર્મચારીઓ કે અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

આ ડ્રાઇવની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તમામ પોલીસ કમિશનરો અને રેન્જ વડાઓએ દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં મુખ્ય કચેરીને ઈ-મેલ દ્વારા રિપોર્ટ મોકલવાનો રહેશે. આ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે કે, કેટલા સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલ્યો? કેટલા સરકારી કર્મચારીઓ નિયમ ભંગ કરતા ઝડપાયા?