મહિલાઓમાં મતદાન વધારવા મોરબીના Uma's saloon ની આકર્ષક ઓફર. મોરબી જિલ્લામાં મતદારોને મતદાન કરવા માટે આકર્ષિત કરવા જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસોની સાથે મોરબી જિલ્લામાં મહિલા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા મોરબીના Uma's saloon માં આકર્ષક ઓફર બનાવવામાં આવી છે.

મોરબી જિલ્લાના મતદારોને મતદાનનું મહત્વ સમજાવી તેમજ મતદાન કરવા માટે આકર્ષિત કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરીશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા તેમજ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ આયોજનની સમાંતર મોરબીમાં અનેક એસોસિએશન, સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા આકર્ષક ઓફર બનાવી મતદારોને મતદાન કરવા આકર્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે મોરબીની Uma’s saloon માં મહિલા મતદાર માટે ખાસ ઓફર બનાવવામાં આવી છે. જે અન્વય જે મહિલા મતદાન કરી પાર્લરમાં આવશે તેમને ૭મી મેના રોજ આઇબ્રોઝ અને હેર કટ વિનામૂલ્ય કરી આપવામાં આવશે.

મોરબીના ઉમા સોમૈયા દ્વારા મહિલા મતદારો માટે આ આકર્ષક ઓફર બનાવવામાં આવી છે. વધુમાં તેમણે મોરબીમાં મહિલાઓ સહિત તમામ લોકોને અવશ્ય મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા અપીલ કરી છે. ઉપરાંત, મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા લગભગ જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. ગુજરાતમાં તા. ૦૭ મે ના રોજ યોજાનાર મતદાનના દિવસે હવામાન વિભાગ દ્વારા કરાયેલ સંભવિત હીટવેવની અસર સામે મોરબી જિલ્લાનો આરોગ્ય વિભાગ જરૂરી તમામ વ્યવસ્થાઓ સાથે સજ્જ છે