Horrible accident: રાજસ્થાનના જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રામદેવરા દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના 6 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે અને તે તમામ લોકોની હાલત ગંભીર છે.
માહિતી મુજબ, આ દૂર્ઘટના રવિવાર સવારે લગભગ 5 વાગ્યે ખારી બેરી ગામમાં બની હતી. ગુજરાતના બનાસકાંઠા અને ધનસુરા જિલ્લાના આશરે 20 શ્રદ્ધાલુઓ એક ટેમ્પોમાં જોધપુર રામદેવરા જતાં હતા. આ દરમિયાન તેમનો ટેમ્પો અનાજની બોરીઓથી ભરેલા એક ટ્રેલર સાથે જોશભેર અથડાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે, 3 મહિલાઓના તો ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ અકસ્માતમાં કૂલ 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલ લોકોને બાલેસર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે મોકલ્યા બાદમાં તેમને જોધપુરની હૉસ્પિટલમાં ખસેડાયા હતા.
મૃતકોની ઓળખ
આ ગમખ્વાર અકસ્માત બાદ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ નવ્યા (3 વર્ષ), ભૂપત સિંહ (40 વર્ષ) અને કાશિયા બાઈ (60 વર્ષ) તરીકે થઈ છે. હાલમાં 14 ઘાયલો MDM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના અધિક્ષક ડૉ. વિકાસ રાજપુરોહિતે જણાવ્યું છે.
આ પણ વાંચો
- Gujaratએ ગ્રીન એનર્જીમાં નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, એક વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં સૌથી મોટો ઘટાડો
- Horoscope: 22 જુલાઈના રોજ આ 6 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફારો, જાણો આજનું રાશિફળ
- murmu: રાષ્ટ્રપતિ મુર્મુની ઉત્તર મેસેડોનિયાની ઐતિહાસિક મુલાકાત; દ્વિપક્ષીય વેપારને બમણો કરવા માટે કરાર થયો
- MEA એ રશિયન અધિકારીને સમન્સ પાઠવ્યા, ચાર ભારતીયોના મોત પર વિરોધ નોંધાવ્યો
- Hockey: વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; 20 ખેલાડીઓની પસંદગીભારતે 15 ઓગસ્ટથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે પોતાની ટીમ જાહેર કરી




