Horrible accident: રાજસ્થાનના જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રામદેવરા દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના 6 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે અને તે તમામ લોકોની હાલત ગંભીર છે.
માહિતી મુજબ, આ દૂર્ઘટના રવિવાર સવારે લગભગ 5 વાગ્યે ખારી બેરી ગામમાં બની હતી. ગુજરાતના બનાસકાંઠા અને ધનસુરા જિલ્લાના આશરે 20 શ્રદ્ધાલુઓ એક ટેમ્પોમાં જોધપુર રામદેવરા જતાં હતા. આ દરમિયાન તેમનો ટેમ્પો અનાજની બોરીઓથી ભરેલા એક ટ્રેલર સાથે જોશભેર અથડાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે, 3 મહિલાઓના તો ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ અકસ્માતમાં કૂલ 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલ લોકોને બાલેસર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે મોકલ્યા બાદમાં તેમને જોધપુરની હૉસ્પિટલમાં ખસેડાયા હતા.
મૃતકોની ઓળખ
આ ગમખ્વાર અકસ્માત બાદ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ નવ્યા (3 વર્ષ), ભૂપત સિંહ (40 વર્ષ) અને કાશિયા બાઈ (60 વર્ષ) તરીકે થઈ છે. હાલમાં 14 ઘાયલો MDM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના અધિક્ષક ડૉ. વિકાસ રાજપુરોહિતે જણાવ્યું છે.
આ પણ વાંચો
- T20: જેક્સ અને રેહાન ઇંગ્લેન્ડને જીત તરફ દોરી ગયા, ન્યુઝીલેન્ડને ફટકો પડ્યો, શું પાકિસ્તાન હવે સેમિફાઇનલમાં રમશે?
- shashi tharoor: હાઈકમાન્ડ સાથે સમાધાન પછી વલણમાં ફેરફાર કેમ?: કેરળ વિરુદ્ધ કેરળમ વિવાદ ચાલુ, બ્રિટાસે થરૂર પર વળતો પ્રહાર કર્યો
- IPLની 19મી આવૃત્તિનો ઉત્સાહ ક્યારે શરૂ થશે? ફાઇનલની તારીખ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.
- HPV રસી વિશેની 5 મુખ્ય માન્યતાઓ અને તે શા માટે જરૂરી છે તેનું ડોક્ટરોએ ખંડન કર્યું.
- Ekta Kapoor: શું ‘બિગ બોસ 19’ ફેમ તાન્યા મિત્તલને એકતા કપૂર પાસેથી OTT પ્રોજેક્ટ મળ્યો છે? તેણીએ લગ્ન વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.





