કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારે પવન સાથે આંધી વંટોળની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં ભારે પવન ફુંકાઈ શકે છે.દિવસભર પવન ફુંકાતા રાજ્યમાં ગરમીનો પારો ગગડ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઘટીને 41 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. અમદાવાદમાં તાપમાનનો પારો ઘટીને 42.6 ડિગ્રીની નીચે પહોંચ્યો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં વહેલા ચોમાસાની દસ્તકનો અનુમાન વ્યક્ત કર્યો છે. 11 જૂના બાદ અમદાવાદમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જૂનના અંતમાં ચોમાસુ જામશે, મે મહિનો અમદાવાદ માટે કાળઝાળ સાબિત થયો છે. મે મહિનાના 31 દિવસમાંથી 27 દિવસ સુધી 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. 8 જૂન બાદ ગરમીનું પ્રમાણ એકંદરે ઘટવાની શક્યતા છે.

જો કે હાલ દેશભરમાં ભીષણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, બિહાર, પંજાબમાં ગરમીથી નાગરિકો તોબા પોકારી ઉઠ્યા છે. હજુ પણ ગરમીમાંથી રાહત મળવાના કોઈ સંકેત નહીંતાપના ટોર્ચરમાં મહારાષ્ટ્રનું નાગપુર શેકાયું અહીં તામાનનો પારો રેકોર્ડ બ્રેક 56 ડિગ્રીએ પહોંચ્તા લોકો ગરમીથી ત્રસ્ત થઇ ગયા. .. સોનગાવના હવામાન કેન્દ્ર સ્થિત AWS પર 54 ડિગ્રી તાપમાન નોંધાયું.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ દેશના કેટલાક રાજ્યોમાં આકાશમાંથી અગનવર્ષાની સ્થિતિ.અનુભવાશે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ,દિલ્લી,બિહાર, ઝારખંડમાં હિટવેવને લઇને એલર્ટ અપાયું છે.

છેલ્લા બે દિવસમાં દેશના સાત રાજ્યોમાં ગરમીથી 270 લોકોના મોત થયાં છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 166 બિહારમાં 44, ઝારખંડમાં 15 અને ઓડિશામાં ગરમી સંબંધિત બિમારીથી 10 લોકોના મોત નિપજ્યાં છે.ઉત્તર ભારતમાં ભીષણ ગરમીના પ્રકોપે હિટસ્ટ્રોકના કેસ વધાર્યાં છે. બિહારમાં લોકસભાની ચૂંટણી માટે તૈનાત 25 કર્મચારી સહિત 40 લોકોના મોત નિપજ્યા છે. 1300થી વધુ લોકોને લૂ લાગતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

દિલ્લીમાં પણ હિટવેવ કાળો કેર વર્તાવી રહી છે. આગામી પાંચ દિવસ રાજધાની દિલ્લીમાં આગ વરસાવતી ગરમી પડવાથી હવામાન વિભાગે આગાહી કરી છે. સામાન્ય કરતા છ ડિગ્રી વધુ તાપમાન સાથે દિલ્લીમાં તાપમાનનો પારો પહોંચ્યો 45.8 ડિગ્રી પહોંચ્યા હતો.

હવામાન વિભાગે દેશના ચાર રાજ્યોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ, આસામ, અરૂણાચલ, મેઘાલયમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.