દીવ ફરવા જનારા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દીવના તમામ બીચ પર 3 માસ સુધી ન્હાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળતો હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે બીચ પર 1 જૂનથી 1 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દીવના નાગવા અને ઘોઘલા બીચ પર સહેલાણીઓનો વધારે ઘસારો જોવા મળે છે.

મળતી માહિતી અનુસાર દીવના તમામ બીચ પર 3 માસ સુધી ન્હાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળતો હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે બીચ પર 1 જૂનથી 1 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દીવના નાગવા અને ઘોઘલા બીચ પર સહેલાણીઓનો વધારે ઘસારો જોવા મળે છે. જેને લઇને દરિયા કિનારે સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે પ્રવાસન ધામ દીવમાં ચોમાસામાં દરિયામાં કરંટરહેતો હોવાથી નાગવા બીચ, ગોઘલા બીચ સહિતના બીચ પર ન્હાવાની, સ્વિમિંગ માટે તા.1લી જુન 3 માસ માટે પ્રશાસન દ્વારા મનાઇ ફરમાવાઇ છે. ચોમાસાની ઋતુના કારણે સમુદ્રમાં કરંટ રહે છે. તથા જોરદાર પવન ફુંકાતો હોય છે જેમાં ડુબી જવાની ઘટના અને જાનહાની થવાની શકયતા હોય છે. આ જાનહાની કે, કોઇ દુર્ઘટના ન થાય તે માટે દીવ પ્રશાસને 1લી મેથી જુન 3 માસ સુધી દરિયામાં સ્પોર્ટસ એકટીવીટી પણ બંધ રહેશે. સ્થાનિકો અને પર્યટકો માત્ર બીચ ઉપર ફરવા જઇ શકશે. હાલ ઉનાળાના સમયને લઈને સહેલાણીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે.