ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન શરૂ થવામાં લગભગ એક અઠવાડિયાનો સમય બાકી છે. હવે IPL 2025 પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે.
ઓલરાઉન્ડર અક્ષર પટેલ IPL 202 માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે. પહેલા અગાઉ એવી ચર્ચા હતી કે, કે. એલ. રાહુલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનશે. રાહુલને IPL 202 ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ફ્રેન્ચાઇઝીએ રાહુલની બદલે અક્ષર પટેલને પ્રાધાન્ય આપ્યું છે. અક્ષરે T20 ક્રિકેટમાં કુલ 16 T20 મેચોમાં બરોડાની ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાં ટીમે 10 મેચ જીતી છે.

અક્ષરને કેપ્ટન બનાવતા વધુ એક ગુજરાતીએ IPLમાં દબદબો બનાવ્યો છે. મૂળ ગુજરાતના નડિયાદનો અક્ષર પટેલ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર છે. તેઓ ડાબા હાથથી બેટિંગ અને ડાબા હાથથી બોલિંગ કરે છે. અગાઉ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતો હતો.
તાજેતરમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોમાં પણ અક્ષર પટેલે ખૂબ સરસ બેટીંગ અને બોલિંગ કરી હતી. અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનતા હવે કેવી રણનીતિથી IPLમાં ઉતરે છે અને તેના નેતૃત્વમાં ટીમને કેટલો ફાયદો થાય છે, તે આગામી સમયમાં જોવા મળશે.
આ પણ વાંચો..
- Taiwan: એશિયામાં નવા યુદ્ધનો અવાજ, તાઇવાનના આકાશમાં 21 ચીની ફાઇટર જેટ દેખાયા
- Kiara advani: સિદ્ધાર્થ મલ્હોત્રા પિતા બન્યો, કિયારા અડવાણીએ પુત્રીને જન્મ આપ્યો
- Hypersonic missile: ભારતની હાઇપરસોનિક મિસાઇલથી ચીન અને પાકિસ્તાન કેમ પરસેવો પાડી રહ્યા છે? જાણો વિશેષતા
- Putin: પુતિનનો 10 વર્ષનો દીકરો તેની માતા જેવો જ જિમ્નાસ્ટ નીકળ્યો, નવી તસવીર સામે આવી
- Panchayat: પંચાયત શ્રેણીના અભિનેતા આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યો, ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી; કહ્યું- ‘એક ક્ષણમાં બધું’