Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- Ahmedabad Civil Hospitalને મળ્યું 12મું સ્કિન ડોનેશન, પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડોકટરોએ મૃતક દર્દીની ત્વચા લઈ સ્વીકાર્યું ત્વચા દાન
- પાકિસ્તાનીઓ માટે Gujarat સરકારની ખાસ યોજના, તૈયાર કરી 438 લોકોની યાદી
- Gujaratમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો કેસ; આરોપીને ફટકારવામાં આવી બેવડી મૃત્યુદંડની સજા
- Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે વિદેશી વસાહતીઓ સામે કરી કાર્યવાહી, અડધી રાતે કર્યા દરોડા, 400ની અટકાયત
- ‘કાશ્મીર અમારું હતું અને અમારું જ રહેશે’, પહેલગામ હુમલા બાદ Sunil Shetty લાલઘૂમ