Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- Rehmanને શા માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા? સત્ય પ્રગટ થયું
- Bangladesh કોર્ટે 20 વિદ્યાર્થીઓને ફાંસીની સજા ફટકારી
- Padma Awards 2026 માટે નામાંકન શરૂ, છેલ્લી તારીખથી નોમિનેશનની સમગ્ર પ્રક્રિયા જાણો
- Prime Minister Narendra Modi નો અત્યાર સુધીનો સૌથી લાંબો ઇન્ટરવ્યુ
- ‘શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો’ PM Modi