Gujaratની આણંદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આણંદ પોલીસે ભાજપના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દીપુ પ્રજાપતિની એક મહિલા પર બળાત્કાર અને તેના પરિવારના સભ્યો પર હુમલો કરવાના આરોપસર ધરપકડ કરી છે. ઘટના વિશે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી કાઉન્સિલર ગયા મહિને કેસ નોંધાયા બાદથી ફરાર હતો.
આખરે આણંદ નગરપાલિકાના વોર્ડ 6ના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દિપુ પ્રજાપતિની શનિવારે વાસદ ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જેએન પંચાલે જણાવ્યું હતું કે ગયા મહિને આણંદ શહેરમાં રહેતી એક પરિણીત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પ્રજાપતિએ કથિત રીતે તેના ઘરમાં ઘુસીને તેના પર બળાત્કાર કર્યો હતો.
ડેપ્યુટી એસપીએ જણાવ્યું કે મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપી કાઉન્સિલરે આ દુષ્કર્મ ત્યારે કર્યું જ્યારે તે ઘરમાં એકલી હતી. જો કે જ્યારે તે પીડિત પરિવારના સભ્યો દ્વારા ઘરની બહાર પકડાયો ત્યારે આરોપી કાઉન્સિલરે તેના બે ભાઈઓ અને છ લોકોને ઘટનાસ્થળે બોલાવ્યા અને પીડિતાના પરિવાર પર હુમલો કર્યો.
પીડિતાની ફરિયાદના આધારે આણંદ ટાઉન પોલીસે આરોપી કાઉન્સિલર અને અન્યો વિરુદ્ધ બળાત્કાર અને રમખાણોના આરોપમાં FIR નોંધી હતી. પ્રજાપતિના ભાઈઓ ભરત અને કમલેશ સહિત અન્ય છની ગયા મહિને ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક કોર્ટે આરોપી કાઉન્સિલરને સોમવાર સાંજ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. પ્રજાપતિને તમામ પદો તેમજ ભાજપના પ્રાથમિક સભ્યપદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.