હાર્દિક દેવકીયા દ્વારા..
Gujarat : બોટાદ જિલ્લાના મહા તીર્થધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો શતામૃત મહોત્સવ તથા હનુમાનજી પ્રાગટ્યોત્સવ નિમિત્તે નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક અને રાજ્યના રંગોળી કલાકાર શિક્ષકે 451 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરી હતી. જે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની હતી.

નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળાના હિતેશકુમાર બ્રહ્મટભટ્ટ દ્વારા સાળંગપુર ખાતે આકર્ષક રંગોળી તૈયાર કરાઈ હતી. જે તૈયાર કરવામાં 18 કલાકનો સમય લાગ્યો હતો અને 170 કિલો રંગોળી રંગનો ઉપયોગ કરાયો હતો.

આ રંગોળી બનાવવામાં નડિયાદના પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટ, મૌલેશકુમાર બ્રહ્મભટ્ટ, અલ્પેશકુમાર પટેલ, મિલનકુમાર પટેલ, જૈનમ કુમાર ભાવસાર, આશિષકુમાર સુથાર, રવિકુમાર ડોડાણી, નંદકુમાર સુથાર અને ઉજાસ કુમાર પ્રજાપતિએ પણ મદદ કરી હતી.

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરના ચેરમેન પૂ.ડૉ,સંતવલ્લભ સ્વામીની પ્રેરણા અને સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરના પૂ.ધર્મ કિશોરસ્વામીના માર્ગદર્શન હેઠળ આ સેવાકીય કાર્ય કરાયુ હતુ. આ 451 ફૂટની વિશાળ રંગોળી દેશ-પરદેશના લાખો દર્શનાર્થીઓમાં વિશેષ આકર્ષણરૂપ બની હતી.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, હિતેશકુમાર બ્રહ્મભટ્ટે તાજેતરમાં જ વડનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 111 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરી હતી. આ શિક્ષક આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે પોતાના વિવિધ કલા કૌશલ્યનો સેવામય રીતે ઉપયોગ કરી ખેડા જિલ્લાનું ગૌરવ વધારી રહ્યા છે.
આ પણ વાંચો…
- Trump: ટ્રમ્પે વધુ એક ટેરિફ બોમ્બ ફેંક્યો, ફિલિપાઇન્સ-ઇરાક સહિત આ 6 દેશો પર 30% સુધીનો ટેક્સ લગાવ્યો
- Rishabh pant: ગિલ પછી, પંત પણ આ ચર્ચામાં કૂદી પડ્યો, લોર્ડ્સ ટેસ્ટ પહેલા આપ્યું મોટું નિવેદન
- Pushpa 2: પછી ફરી એકવાર અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાના સાથે, દીપિકા પછી શ્રીવલ્લી એટલીની ફિલ્મમાં પ્રવેશ કરશે
- Red Sea: લાલ સમુદ્રમાં હુથીઓએ ફરી જહાજ પર હુમલો કર્યો, એક ભારતીય સહિત 6 બચી ગયા; 19 ગુમ
- Islamabad: શાહબાઝ કે મુનીરનું નિવાસસ્થાન… ઇસ્લામાબાદની આ ઇમારતમાં ભારતના ત્રણ દુશ્મનો એકસાથે જોવા મળ્યા નથી, શું કંઈક રંધાઈ રહ્યું છે?