હાર્દિક દેવકીયા દ્વારા..
Gujarat : બોટાદ જિલ્લાના મહા તીર્થધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો શતામૃત મહોત્સવ તથા હનુમાનજી પ્રાગટ્યોત્સવ નિમિત્તે નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક અને રાજ્યના રંગોળી કલાકાર શિક્ષકે 451 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરી હતી. જે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની હતી.

નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળાના હિતેશકુમાર બ્રહ્મટભટ્ટ દ્વારા સાળંગપુર ખાતે આકર્ષક રંગોળી તૈયાર કરાઈ હતી. જે તૈયાર કરવામાં 18 કલાકનો સમય લાગ્યો હતો અને 170 કિલો રંગોળી રંગનો ઉપયોગ કરાયો હતો.

આ રંગોળી બનાવવામાં નડિયાદના પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટ, મૌલેશકુમાર બ્રહ્મભટ્ટ, અલ્પેશકુમાર પટેલ, મિલનકુમાર પટેલ, જૈનમ કુમાર ભાવસાર, આશિષકુમાર સુથાર, રવિકુમાર ડોડાણી, નંદકુમાર સુથાર અને ઉજાસ કુમાર પ્રજાપતિએ પણ મદદ કરી હતી.

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરના ચેરમેન પૂ.ડૉ,સંતવલ્લભ સ્વામીની પ્રેરણા અને સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરના પૂ.ધર્મ કિશોરસ્વામીના માર્ગદર્શન હેઠળ આ સેવાકીય કાર્ય કરાયુ હતુ. આ 451 ફૂટની વિશાળ રંગોળી દેશ-પરદેશના લાખો દર્શનાર્થીઓમાં વિશેષ આકર્ષણરૂપ બની હતી.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, હિતેશકુમાર બ્રહ્મભટ્ટે તાજેતરમાં જ વડનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 111 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરી હતી. આ શિક્ષક આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે પોતાના વિવિધ કલા કૌશલ્યનો સેવામય રીતે ઉપયોગ કરી ખેડા જિલ્લાનું ગૌરવ વધારી રહ્યા છે.
આ પણ વાંચો…
- Sudhanshu: રાહુલના આરોપો પર પ્રતિક્રિયા: ‘રાજકીય જ્ઞાન શૂન્ય’; સુધાંશુએ પૂછ્યું—ટાંકવામાં આવેલા અહેવાલનો આધાર શું છે?
- Mushtaq khan: વેલકમ’ ફેમ અભિનેતા મુશ્તાક ખાનનું મુંબઈમાં નિધન; 8 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા
- Xi jinping: ચીન ટ્રમ્પ સાથે કામ કરવા તૈયાર છે,’ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જિનપિંગનું નિવેદન
- UPI વ્યવહારો માટે કરની સ્થિતિ કેવી રીતે બદલાઈ શકે છે? 18% GSTની સમીક્ષા થવાની શક્યતા
- Rahul Gandhi: ચૂંટણી પંચમાં મતભેદો અંગે રાહુલ ગાંધી ટૂંક સમયમાં પત્રકાર પરિષદ યોજશે




