Gujarat : અમરેલીના બગસરા તાલુકાના ખીજડીયા ગામમાં ખેતરની જમીનના શેઢા બાબતે કુટુંબી ભાઈઓ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરીણમી છે. ગંભીર હિંસક બનાવમાં તલવાર અને કુહાડી વડે થયેલી મારામારીમાં કાળુભાઈ ભોજભાઈ વાળાની હત્યા થઈ છે.
મૃતકના પુત્ર રાજદીપ વાળા આ મારામારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજદીપને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સામેના પક્ષના જયરાજ વાળાને પણ ઈજાઓ પહોંચી છે. હત્યા અને ઈજાઓના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ ઘટના કુટુંબમાં જમીન સંબંધિત વિવાદના કારણે સર્જાઈ હોવાનું પ્રાથમિક માહિતી પરથી જણાઈ રહ્યું છે. હાલમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ખીજડીયા ગામે ખેલાયેલા આ હિંસક ધિંગાણાં મામલે હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલીના બગસરાની આ ઘટનાના આખા જિલ્લામાં પડઘા પડ્યા છે. નજીવી બાબતે કુટુંબીઓ દ્વારા જ આધેડને પતાવી દેતા ચકચાર મચી છે. આ સિવાય પોલીસ અને કાયદાને પણ લોકોને ડર ન રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો..
- હવે બટન દબાવો અને ટ્રાફિક રોકો! Ahmedabadના CG રોડ પર રાહદારીઓ માટે નવી સુવિધા
- ભાજપમાં આંતરિક કલહ? Gujaratમાં નેતાના રાજીનામાની ચેતવણીથી ગરમાયું રાજકારણ
- Weather Update: ક્યાંક ગરમીથી ત્રાહિમામ તો ક્યાંક વરસાદની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી
- જેટલું મોડું કરશો એટલું વધારે નુકસાન થશે… ગુજરાત હાઈકોર્ટે Yusuf Pathanને આપી ચેતવણી
- ધારાસભ્ય દર્શનાબેનનું સન્માન ભારતીય જનતા પાર્ટીમાં ન જળવાતું હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ : Chaitar Vasava




