Gujaratના રાજકોટમાં ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સપાટો બોલાવી દીધો છે. જ્યાં કટિંગ ચાલતુ હોય તે ઝડપી પાડી અનેક વાહનો અને 44 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જામકંડોરણા પોલીસ સ્ટેશનની હદમાં કાડરકા ગામમાં ધાર સિમમાં જીતેન્દ્રસિંહના ફાર્મમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો.

Gujaratની સ્ટેટ મોનીટરીંગ સેલ આ દરોડામાં 7016 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો જેની કિંમત 44.19 લાખ રૂપિયા થાય છે. આ કેસમાં પોલીસે 22 લાખના 2 વાહનો, 5 મોબાઈલ અને રોકડ મળી 68.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
2 આરોપીને ઝડપી પાડ્યા છે અને 9 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ તમામ બુટલેગરો સામે પ્રોહી એક્ટ 65(A)(E),81,83, 116(B),98(2) અને BNS એક્ટ:111(2)(B),(3)(4) મુજબનો ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો..
- AMC દ્વારા ગેરકાયદે પશુપાલન સામે કાર્યવાહી દરમ્યાન 34ની ધરપકડ, 59 શેડ તોડી પાડયા
- Rajkot: અડધી રાત્રે માલિકને મારવા આવેલા બદમાશો પર કુતરાએ કર્યો હુમલો, આ રીતે બચાવ્યો જીવ
- 17 વર્ષથી વકફ જમીન પર બનેલા મકાનો અને દુકાનોનું લેતા હતા ભાડું, Ahmedabadમાં હિસ્ટ્રીશીટર સહિત 5 લોકોની ધરપકડ
- Horoscope: કેવા રહેશે 12 રાશિના જાતકોનો આજનો દિવસ, જાણો તમારું રાશિફળ
- SIAM : વિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ છે, નિકાસમાં આટલા ટકાનો વધારો થયો છે