Gujaratના રાજકોટમાં ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સપાટો બોલાવી દીધો છે. જ્યાં કટિંગ ચાલતુ હોય તે ઝડપી પાડી અનેક વાહનો અને 44 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જામકંડોરણા પોલીસ સ્ટેશનની હદમાં કાડરકા ગામમાં ધાર સિમમાં જીતેન્દ્રસિંહના ફાર્મમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો.

Gujaratની સ્ટેટ મોનીટરીંગ સેલ આ દરોડામાં 7016 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો જેની કિંમત 44.19 લાખ રૂપિયા થાય છે. આ કેસમાં પોલીસે 22 લાખના 2 વાહનો, 5 મોબાઈલ અને રોકડ મળી 68.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
2 આરોપીને ઝડપી પાડ્યા છે અને 9 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ તમામ બુટલેગરો સામે પ્રોહી એક્ટ 65(A)(E),81,83, 116(B),98(2) અને BNS એક્ટ:111(2)(B),(3)(4) મુજબનો ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો..
- Gujarat: 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો સાંકળી ક્લસ્ટર વિકસાવાશે, 100 કરોડની જોગવાઇ
- Dholera SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ ખાતે અત્યાર સુધીમાં 35 કરોડનું રોકાણ, માત્ર 50 મિનિટનો રૂટ
- Adani ગ્રુપ હવે ‘કૌશલ્ય અને રોજગાર’ થકી મેક ઈન ઈન્ડિયાને ટેકો આપતુ કાર્યબળ તૈયાર કરશે
- Adani ગ્રુપે રમત-ગમતના ક્ષેત્રમાં ઝંપ લાવ્યુ, આ રમતમાં હવે ‘ઈનિંગ’ શરૂ કરશે
- દમણ : NDRF અને પ્રશાસન દ્વારા સંયુક્ત મોકડ્રીલનું આયોજન