Gujarat : સંઘપ્રદેશ દમણમાં સોમવારના રોજ સોમવતી અમાસના નિમિત્તે દરિયામાં ઉંચા મોજાં ઉછળતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા tidal activity અંગે આગાહી આપવામાં આવતા બપોરના સમયે ભરતી દરમિયાન દરિયામાં તીવ્ર પ્રવાહ અને કરંટ સાથે મોજા ઊંચાઈએ ઉછળ્યા હતા.
દમણના નમોપથ વિસ્તારમાં દરિયાના મોજા દીવાલ સાથે જોરથી અથડાતા મોજાનું પાણી સીધું રસ્તા સુધી પ્રસરી ગયું હતું. મોજાંનું દ્રશ્ય એટલું ભયાનક અને જોવાલાયક હતું કે રસ્તા ઉપર સુધી છાંટાં પડતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોમાં દહેશત પણ જોવા મળી હતી.
જોકે બીજી તરફ ઉંચા મોજા વચ્ચે ફરવા આવેલા પર્યટકો માટે આ એક અનોખો અનુભવ સાબિત થયો. ઘણા પર્યટકો મોજાં ઉછળતું દ્રશ્ય પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા અને કેટલીક યુવાનો મોજાંના પાણીમાં ભીંજાવાની મજા પણ લેતા જોવા મળ્યા.
હાલમાં દરિયામાં ઉછળતાં મોજાંને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકો માટે સાવચેતી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે અને દરિયાકાંઠે જતા ટાળવાની અપીલ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો..
- Horoscope: આજે લાભ પાંચમ, જાણો કોનો કેવો રહેશે આજનો દિવસ
- અમૃતસરમાં SSOCને મોટી સફળતા, આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા શંકાસ્પદની ધરપકડ
- Jayant Narlikarને વિજ્ઞાન રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા; આઠ વિજ્ઞાન શ્રી અને ૧૪ વિજ્ઞાન યુવા પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી
- ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે થયેલી છેડતી અંગે BCCI એ નિવેદન જારી કર્યું, સુરક્ષા પ્રોટોકોલ વિશે આ કહ્યું
- Ireland: ડાબેરી પક્ષના સ્વતંત્ર ઉમેદવાર કેથરિન કોનોલી આયર્લેન્ડના નવા રાષ્ટ્રપતિ બનશે, હરીફ હીથરે હાર સ્વીકારી





