Gujarat: ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ સહિત સુરત, રાજકોટ, અમરેલીમાં વરસાદ નોંધાયો હતો. 

અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયુ છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે. આંબાવાડી, વસ્ત્રાપુર, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શ્યામલ, જોધપુર વિસ્તારમાં ભારે વરસાદ છે.

સૌથી વધુ તાપીના વ્યારામાં 8.5 ઈંચ વરસાદ, સોનગઢમાં 6.5 ઈંચ વરસાદ ,જૂનાગઢના વિસાવદરમાં 6 ઈંચ વરસાદ  , ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચ વરસાદ  ,ભાવનગરના પાલિતાણામાં 4.5 ઈંચ વરસાદ  રાજ્યમાં 84 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.