Gujaratના વલસાડના ઉમરગામમાં આકસ્મિક આગનો બનાવ ગતમોડી સાંજે બન્યો હતો. આ આગ એટલી વિક્રાળ હતી કે ફાયરની ટીમે હજારો લિટર પાણીનો મારો ચલાવ્યો છતાં કાબુમા આવી નહોતી.

મળતી માહિતી મુજબ Gujaratના ઉમરગામ તાલુકાના સંજાણ કોળીવાડ વિસ્તારમાં કચરામાં આગનો બનાવ બન્યો હતો. જેના કારણે  દોડધામ મચી ગઈ હતી, ઉમરગામ પોલીસ અને ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ફાયરની ટીમે ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો મારો ચલાવ્યો હતો.

જો કે, ઘટના સ્થળે વેસ્ટ કચરો એટલા મોટા પ્રમાણમાં હતો કે, આગ ખૂબ સખત ફેલાતી ગઈ હતી. જો કે, ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યે રાખઅયો હતો. તે બાદ ફાયર વિભાગે વધુ 2 ફાયર ફાઈટર ગાડીઓ બોલાવી હતી. જે બાદ અંતે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, Gujaratમાં ઉનાળો અને તેમાંય માર્ચ મહિનો શરૂ થતા અનેક સ્થાનોએ આગના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં લોકોને ભારે નુકસાન થઈ રહ્યુ છે. ત્યારે વલસાડના ઉમરગામમાં લાગેલી આગ પર આજે કાબુ મેળવી લેવાયો છે.

આ પણ વાંચો…