Gujarat : આજ રોજ મોરબીના પીપળીયા રાજ ગામ પાસે આવેલા ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝ મિલમાં ભીષણ આગ લાગી છે. આ મિલ મીતાણાથી વાંકાનેર તરફના રોડ પર આવેલી છે. આગ ખૂબ જ વિકરાળ બની ગઈ છે અને મોટી માત્રામાં કપાસ બળીને ખાક થઇ ગયો છે.
આ આગના કારણે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, અને મોરબી, વાંકાનેર, ટંકારા અને રાજકોટની ફાયર ટીમો ઘટના સ્થળે પહોચી છે. સ્થળ પર આગને કાબૂ કરવા માટે મોટાં પ્રયત્નો ચાલી રહ્યા છે.
આ ઘટનામાં કોઈ જાનહાનિ અને નુકસાનની માહિતી હાલ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ આગના કારણે વિશાળ નુકસાન થઈ હોવાની આશંકા છે.
ફાયર ફાઇટિંગ ટીમો સઘન પ્રયાસો કરી રહી છે, અને આશા છે કે આગને ટૂંક સમયમાં કાબૂમાં લઇ લેવામાં આવશે તેમ પણ ફાયર વિભાગે જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- Hanuman ansh: ‘હનુમાન અંશ’: શું નીમ કરોલી બાબા પર આધારિત ફિલ્મે ₹100 કરોડની OTT ડીલ મેળવી? નિર્માતા રાગિનીએ સત્ય જાહેર કર્યું
- amir khan: શું આમિર ખાન સુપરહીરો બનશે? જૂના મિત્ર સાથે જોડાણ; દિગ્દર્શક નક્કી થયા
- BRICSની એક પ્રભાવશાળી તસવીર: વૈશ્વિક GDPના 22% હિસ્સો ધરાવતા ત્રણ દેશોના નેતાઓ એક ફ્રેમમાં; વડાપ્રધાને તસવીર શેર કરી
- preity zinta: અભિનેત્રી પોતાની જ ફિલ્મો જોવાનું કેમ ટાળે છે? તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે
- jasprit bumrah: શું આપણે જસપ્રીત બુમરાહની બોલિંગની નવી શૈલી જોઈશું? ઈજામાંથી પરત ફર્યા બાદ તેણે એક મોટો ફેરફાર કર્યો છે




