Gujarat : આજ રોજ મોરબીના પીપળીયા રાજ ગામ પાસે આવેલા ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝ મિલમાં ભીષણ આગ લાગી છે. આ મિલ મીતાણાથી વાંકાનેર તરફના રોડ પર આવેલી છે. આગ ખૂબ જ વિકરાળ બની ગઈ છે અને મોટી માત્રામાં કપાસ બળીને ખાક થઇ ગયો છે. 

આ આગના કારણે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, અને મોરબી, વાંકાનેર, ટંકારા અને રાજકોટની ફાયર ટીમો ઘટના સ્થળે પહોચી છે. સ્થળ પર આગને કાબૂ કરવા માટે મોટાં પ્રયત્નો ચાલી રહ્યા છે.

આ ઘટનામાં કોઈ જાનહાનિ અને નુકસાનની માહિતી હાલ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ આગના કારણે વિશાળ નુકસાન થઈ હોવાની આશંકા છે. 

ફાયર ફાઇટિંગ ટીમો સઘન પ્રયાસો કરી રહી છે, અને આશા છે કે આગને ટૂંક સમયમાં કાબૂમાં લઇ લેવામાં આવશે તેમ પણ ફાયર વિભાગે જણાવ્યુ છે.

આ પણ વાંચો..