Gujarat: ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ચૂંટણી પહેલા જ ૬૬ નગરપાલિકાના વોર્ડ બિનહરીફ થયા છે. ચૂંટણીમાં ૫ હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં છે.
ભાવનગરમાં તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૪ માં હોબાળો થયો છે. અહીં ભાજપના કર્મચારીઓ તરફ મતદાન કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોંગેસના ઉમેદવાર અનુસાર પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા આવું કરવામાં આવી રહ્યું છે.