Gujarat Election Results:રવિવારે ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું અને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. બધાની નજર આજના ચૂંટણી પરિણામો પર છે. આજે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થશે અને પરિણામો એકસાથે જાહેર કરવામાં આવશે. ચુસ્ત સુરક્ષા વચ્ચે ગણતરી કેન્દ્રો પર ગણતરી શરૂ થશે, જેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા કડક પોલીસ સુરક્ષા વચ્ચે પરિણામો જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે રાજ્યભરમાં આશરે 10,000 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, અને 25,000 થી વધુ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય EVM મશીનોમાં બંધ છે, અને આજે પરિણામોની રાહ જોવાઈ રહી છે.
ભાજપ, આપ કે કોંગ્રેસ: સત્તા માટે આ સેમિફાઇનલમાં કોણ જીતશે?
વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 29 બેઠકો અને નવસારી જિલ્લા પંચાયતમાં વેસ્મા બેઠક જીતી છે. જયારે સુરતમાં ભગવો ધ્વજ લહેરાયો છે, 120 બેઠકોમાંથી 100 થી વધુ બેઠકો જીતવાની શક્યતા છે. ભાજપે 30 વર્ષથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો જમાવ્યો છે. તો બીજી તરફ ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 પર સમાજવાદી પાર્ટીએ બાજી મારી છે.
અમદાવાદના ઇસનપુર વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારની જીત.ઇસનપુર વોર્ડના ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ, વિન્કલ વ્યાસ, વૈશાલી પટેલ અને જીગરભાઈ બારૈયાની વિજય બાદ ઇસનપુર વોર્ડમાં ખુશીનો માહોલ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં, ભાજપ 25 બેઠકો પર આગળ છે. દરમિયાન, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હજુ સુધી ખાતું ખોલ્યું નથી. દરમિયાન, રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોએ વોર્ડ નંબર 16 પર જીત મેળવી હતી. ગઈ વખતે, વોર્ડ નંબર 16 પર કોંગ્રેસના બધા ઉમેદવારો હારી ગયા હતા.
આપ માંથી બીજેપીમાં ગયેલા રાજુ કરપડા હારી ગયા
અહેવાલ મુજબ ભાજપનો ગઢ કહેવાતા અમદાવાદના દસક્રોઈ તાલુકામાં પરઢોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયેશ પટેલનો વિજય થઇ છે. જયારે આમ આદમી પાર્ટી માંથી ભાજપમાં ગયેલા રાજુ કરપડા નો પરાજય થતા ભાજપને વધુ એક ઝાટકો લાગ્યો છે
કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘંસારીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટાઇ પડી. બંને ઉમેદવાર વચ્ચે ચીઠી નખાતા આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર.
અંબાજી તાલુકા પંચાયત અને વાલોડની બેડકુવા બેઠક પર ત્રણ બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થઇ છે. તો બીજી તરફ ધોળકા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની આખી પેનલ વિજેતા બન્યા, તો ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં AIMIMના 3 ઉમેદવારો વિઅજ્ય મેળવી છે. નવસારી મહાનગરપાલિકા વોર્ડ નંબર 5 માં ભાજપની આખી પેનલ ભવ્ય જીત થઇ છે.




