કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યામાં હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 2 યુવકે જીવ ગુમાવ્યાં છે.લખતરમાં 20 વર્ષીય પાર્થ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો સાયલામાં 45 વર્ષીય ધીરુભાઈનું હાર્ટ એટેકથી મોત થયું છે.

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. હાલ ગરમીની વચ્ચે હાર્ટ અટેકનો કેસ વધી રહ્યાં છે. આજે એક જ દિવસમાં સુરેન્દ્રગર જિલ્લામાં 2 આશાસ્પદ યુવકના મોત થયા છે.

સુરેન્દ્રનગર ના લખતરમાં 20 વર્ષીય યુવક જમ્યા બાદ અચાનક જ ઢળી પડયો હતો, તાબડતોબ તેમને હોસ્પિટલ લઇ જવાયો હતો. જો કે દુર્ભાગ્યવશ તેને સારવાર મળે તે પહેલા જ મોત થઇ ગયું. આશાસ્પદ યુવકના મોતથી શોકનું મોજુ ફરી વળ્યું છે.