Gujarat: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નાલિયામાં અનુભવાય છે. ત્યારે આજે (20 નવેમ્બર) નાલિયામાં 10.8 ડિગ્રી લુઘુત્તમ તાપમાન નોંધાયું છે. સાથે જ સુરત-અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાથી ઠંડીનું જોર વધ્યું છે.
MD અમદાવાદ મુજબ, સુરતમાં 16.4 ડિગ્રી, ભુજમાં 14.5, અમદાવાદમાં 15.1 ડિગ્રી,ગાંધીનગરમાં 13.5 ડિગ્રીલઘુતમ તાપમાન નોંધાયું છે. આ શહેરોમાં તપમાન ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સામાન્ય તાપમાન કરતાં તાપમાનના ઘટાડા અંગે વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં 3.2 ડિગ્રી, ભાવનગરમાં 2.8 ડિગ્રી, અમદાવાદમાં 1.6 ડિગ્રી, વડોદરામાં 3.7 ડિગ્રી, સુરતમાં 3.1 ડિગ્રી, તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં પોરબંદરમાં સૌથી વધુ 5.3 ડિગ્રી સામાન્ય તાપમાન કરતાં ઘટ્યું છે.
આ ઉપરાંત દરમિયાન કાંઠા વિસ્તારોમાં સહિત મોટાભાગની જગ્યાએ રાતે અને વહેલી સવારે ઠંડી વધુ અનુભવાય છે. વડોદરા, સુરત અને અમદાવાદ સહિતના જિલ્લામાં તાપમાન ઘટતા જોરદાર ઠંડી વર્તાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, દિવસેને દિવસે ઠંડી સ્તર વધી રહ્યું છે, ત્યારે લોકો બજારમાં ગરમ કપડા ખરીદતાં જોવા મળી રહ્યાં છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડી વધુ વર્તાઈ રહી છે, ત્યારે લોકો ઠંડીથી બચવા માટે તાપણીનો સહારો લેતાં જોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચો
- Govinda: જે સ્ત્રીએ પોતાના જ પતિને મારવાનો પ્રયાસ કર્યો…” — ગોવિંદાની કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાનીએ સુનીતા આહુજા વિશે ચોંકાવનારો દાવો કર્યો
- Sharif: શરીફે ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો; ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ માટે ટ્રમ્પને શ્રેય આપ્યો
- Asian games: શું પુરુષોની કબડ્ડી ટીમ પણ ગોલ્ડ મેડલ જીતશે? ભારત અને ઈરાન વચ્ચે ફાઈનલ મુકાબલો ચાલી રહ્યો છે; ટીમ ઈન્ડિયાએ ૩૦-૨૪ની સરસાઈ મેળવી લીધી છે.
- nifty: નિફ્ટીના ઘટાડાએ 6 વર્ષનો રેકોર્ડ તોડ્યો! બજાર સતત સાત અઠવાડિયાથી લાલ રંગમાં છે.
- “તુલના છોડી દો અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનો,” CM Bhupendra Patelએ ભાવનગરમાં યુવાનોને કહ્યું…




