Gujarat: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નાલિયામાં અનુભવાય છે. ત્યારે આજે (20 નવેમ્બર) નાલિયામાં 10.8 ડિગ્રી લુઘુત્તમ તાપમાન નોંધાયું છે. સાથે જ સુરત-અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાથી ઠંડીનું જોર વધ્યું છે.
MD અમદાવાદ મુજબ, સુરતમાં 16.4 ડિગ્રી, ભુજમાં 14.5, અમદાવાદમાં 15.1 ડિગ્રી,ગાંધીનગરમાં 13.5 ડિગ્રીલઘુતમ તાપમાન નોંધાયું છે. આ શહેરોમાં તપમાન ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સામાન્ય તાપમાન કરતાં તાપમાનના ઘટાડા અંગે વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં 3.2 ડિગ્રી, ભાવનગરમાં 2.8 ડિગ્રી, અમદાવાદમાં 1.6 ડિગ્રી, વડોદરામાં 3.7 ડિગ્રી, સુરતમાં 3.1 ડિગ્રી, તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં પોરબંદરમાં સૌથી વધુ 5.3 ડિગ્રી સામાન્ય તાપમાન કરતાં ઘટ્યું છે.
આ ઉપરાંત દરમિયાન કાંઠા વિસ્તારોમાં સહિત મોટાભાગની જગ્યાએ રાતે અને વહેલી સવારે ઠંડી વધુ અનુભવાય છે. વડોદરા, સુરત અને અમદાવાદ સહિતના જિલ્લામાં તાપમાન ઘટતા જોરદાર ઠંડી વર્તાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, દિવસેને દિવસે ઠંડી સ્તર વધી રહ્યું છે, ત્યારે લોકો બજારમાં ગરમ કપડા ખરીદતાં જોવા મળી રહ્યાં છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડી વધુ વર્તાઈ રહી છે, ત્યારે લોકો ઠંડીથી બચવા માટે તાપણીનો સહારો લેતાં જોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચો
- Horoscope: 12 જાન્યુઆરીએ મેષથી મીન રાશિ માટે કેવો રહેશે દિવસ, જાણો આજનું રાશિફળ
- Virat Kohli: સદી ચૂકી ગયો… છતાં વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો, રોહિત શર્માએ પણ એક મોટી સિદ્ધિ હાંસલ કરી
- Akhilesh Yadav: કેન્દ્ર અને રાજ્યની મતદાર યાદીઓમાં તફાવત સરકારના ગેરરીતિઓનો પર્દાફાશ, મતોની ખુલ્લેઆમ લૂંટનો પર્દાફાશ
- Maharashtra: રાજે ઉદ્ધવ ઠાકરે સાથે કેમ જોડાયા તે સમજાવ્યું: મનસે વડાએ કહ્યું, “મરાઠી લોકો માટે આ છેલ્લી ચૂંટણી છે, જો આપણે ભૂલ કરીશું, તો બધું જ ખતમ થઈ જશે.”
- China: શું વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી ફક્ત માદુરો માટે જ નહોતી?: ટ્રમ્પે ચીનને ચેતવણી આપી – અમેરિકા ખંડથી દૂર રહો





