નડિયાદમાંથી Gujarat ATSની ટીમે પંજાબમાં હત્યાના ગુનાના 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગયા મહિને બનેલી એક હત્યાની ઘટનામાં બંને આરોપીઓ ફરાર હતા, જે નડિયાદ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં મજૂરચાલીમાં રહેતા હતા.

મળતી માહિતી મુજબ મૂળ પંજાબના બિક્રમજીતસિંઘ નિરવિરસિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘને Gujarat ATSની ટીમે નડિયાદ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની મજૂરચાલીમાંથી ઝડપી પાડ્યા છે. બંને અત્રે મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.

આ બંને આરોપીઓ પંજાબના અમૃતસર જીલ્લાના મહેતા પોલીસ સ્ટેશનમાં ગયા મહિને નોંધાયેલી એક હત્યાના ગુનામાં ફરાર હતા.  Gujarat એટીએસ દ્વારા બંનેને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે, જ્યાં બંને અન્ય એક હત્યાના કાવતરામાં પણ સંડોવાયેલા હોવાની કબૂલાત કરી છે Gujarat એટીએસ દ્વારા બંનેને પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો…