Gujaratના ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં હીટ એન્ડ રનના બનાવમાં એક 22 વર્ષિય યુવકનું કરૂણ મોત નીપજ્યુ છે. બ્લેક ફેમવાળી ફોરચ્યુનર લઈને જતા નબીરાએ ફૂલ સ્પીડમાં ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયુ છે.
નડિયાદ શહેરમાં હીટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. એક બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર ગાડીમાં નબીરો યુવતી સાથે સવાર હતો અને તેણે આ બાઈક લઈને જઈ રહેલા યુવકને જોરદાર ટક્કર મારી હતી અને આ ઘટનામાં બાઈક ચાલક યુવકનું મોત થયુ છે,
મળતી માહિતી મુજબ Gujaratના નડિયાદ શહેરના માઈ માતા મંદિર રોડ પર રહેતા 22 વર્ષિય યોગેશ ઉર્ફે યુવરાજ રાજપૂત વીકેવી રોડ પર પોતાની બહેનના ઘરે ધૂળેટીની ઉજવણી માટે ગયો હતો. આ વખતે યુવરાજ પોતાના બનેવીનું બાઈક લઈ બહાર નીકળ્યો હતો.
આ દરમિયાન સંતરામ લેબોરેટરી પાસે પહોંચ્યો હતો અને તે દરમિયાન એક પુરપાટ ઝડપે આવતી બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર નંબર જી.જે. 27, ઈ.ડી 0056માં સવાર નબીરાએ આ યુવરાજના બાઈકને ટક્કર મારી હતી અને નાસી છૂટ્યો હતો. આ હીટ એન્ડ રનમાં યુવરાજ રોડ પર પટકાતા માથુ ફાટી ગયુ હતુ અને માથા અને કાનમાંથી લોહી નીકળી રહ્યુ હતુ.
આ ઘટનાની જાણ બહેન-બનેવીને થઈ અને તેઓ સ્થળ પર પહોંચતા તેમના હોંશ ઉડી ગયા હતા. યુવરાજને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો અને ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ મામલે નડિયાદ ટાઉન મથકે ઉપરોક્ત ફોર્ચ્યુનર કારના ચાલક સામે ફરીયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો..
- Surat તાપી નદીમાં કૂદીને દંપતી અને તેના સગીર પુત્રએ કરી આત્મહત્યા
- Ranbir Kapoor મે મહિનાથી રામાયણ ભાગ 2 નું શૂટિંગ શરૂ કરશે, સાઈ પલ્લવી ‘અશોક વાટિકા’ ના દ્રશ્ય માટે તૈયાર છે
- Myanmar ભારતની મદદનો ચાહક બન્યો, કૌભાંડમાં ફસાયેલા 4 ને મોકલ્યા પાછા
- Kesari Chapter 2 Movie Release : ‘કેસરી 2’ એ દર્શકોના દિલ જીતી લીધા, અક્ષય માટે ચાહકોનો સૂર, ‘રાષ્ટ્રીય પુરસ્કાર મળવો જોઈએ’
- RCB vs PBKS IPL 2025: RCB આજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે