GSEB Result પંચમહાલ જીલ્લામાં આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની માર્ચ 2025માં એસએસસી બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે. પંચમહાલ જીલ્લાનું 73.60 ટકા પરિણામ નોંધાયુ છે. જે 2024ની સરખામણીએ 9 ટકા ઓછું નોંધાયુ છે. વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જોયું હતું પરિણામને લઈને વિદ્યાર્થીઓનો કહી ખુશી અને કહી ગમનો માહોલ પણ છવાયો હતો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 10ની એસએસસી બોર્ડની પરિક્ષાન પરિણામ જાહેર થયું છે, પરિક્ષાના પરિણામને લઈને વિધ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો. પંચમહાલ જીલ્લાના પરિણામની વાત કરવામાં આવેતો આ વખતે પંચમહાલ જીલ્લાનું 73.60 ટકા પરિણામ નોંધાયું હતું.
પરિક્ષામાં કુલ 22320 જેટલા વિધ્યાર્થીઓ નોંધાયા હતા. અને પરિક્ષામા 21615 જેટલા વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી ગ્રેડ વાઇઝ પરિક્ષાના પરિણામ જોવામાં આવે તો એવન ગ્રેડમાં 220,એ ટુ ગ્રેડમાં 1999 બીવન ગ્રેડમાં 2514, બી ટુ ગ્રેડમાં 4040,સીવન ગ્રેડમાં 4734,સી ટુ ગ્રેડમાં 3040 અને ડી ગ્રેડમાં 250 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
આ વખત કેટલીક શાળાઓને 0 ટકા પરિણામ પણ ખોંધાયું હતું જેમાં 7 જેટલી શાળાનો સમાવેશ થાય છે. 25 જેટલી શાળાઓનુ 100 ટકા પરિણામ નોંધાયું છે. 30 ટકાથી ઓછા પરિણામવાળી 6 જેટલી શાળાઓ નોંધાઇ છે. પરિક્ષા કેન્દ્રોના પરિણામની વાત કરવામાં આવે તો કાલોલ પરિક્ષા કેન્દ્રની સીચી વધારે 92.66 અને શહેરા તાલુકાની સુરેલી કેન્દ્ર નું 49.75 ટકા પરિણામ નોંઘયું છે. જીલ્લાના એસએસસી પરિક્ષાના પરિણામના ગત વર્ષની ટકાવારી કરતા 9 ટકા ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો..
- US પાકિસ્તાનને કેમ અપનાવી રહ્યું છે? ભૂતપૂર્વ CIA અધિકારી એ કર્યો મોટો ખુલાસો
- Sri Ramayana Yatra : રામ ભક્તો માટે ખાસ તક, 30 થી વધુ તીર્થ સ્થળો માટે ખાસ ટ્રેનો
- Shubman Gill નું શાનદાર ફોર્મ ચાલુ, સતત સદી ફટકારી, સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો
- Kapil Sharma એ 63 દિવસમાં 11 કિલો વજન ઘટાડ્યું, ફિટનેસ કોચે જણાવ્યું રહસ્ય, જાણો આ ખાસ ફોર્મ્યુલા
- Jasprit Bumrah: મોહમ્મદ સિરાજ જસપ્રીત બુમરાહ સાથે નબળા પડી ગયા, ચોંકાવનારી હકીકત જાણો