GSEB Result પંચમહાલ જીલ્લામાં આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની માર્ચ 2025માં એસએસસી બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે. પંચમહાલ જીલ્લાનું 73.60 ટકા પરિણામ નોંધાયુ છે. જે 2024ની સરખામણીએ 9 ટકા ઓછું નોંધાયુ છે. વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જોયું હતું પરિણામને લઈને વિદ્યાર્થીઓનો કહી ખુશી અને કહી ગમનો માહોલ પણ છવાયો હતો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 10ની એસએસસી બોર્ડની પરિક્ષાન પરિણામ જાહેર થયું છે, પરિક્ષાના પરિણામને લઈને વિધ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો. પંચમહાલ જીલ્લાના પરિણામની વાત કરવામાં આવેતો આ વખતે પંચમહાલ જીલ્લાનું 73.60 ટકા પરિણામ નોંધાયું હતું.
પરિક્ષામાં કુલ 22320 જેટલા વિધ્યાર્થીઓ નોંધાયા હતા. અને પરિક્ષામા 21615 જેટલા વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી ગ્રેડ વાઇઝ પરિક્ષાના પરિણામ જોવામાં આવે તો એવન ગ્રેડમાં 220,એ ટુ ગ્રેડમાં 1999 બીવન ગ્રેડમાં 2514, બી ટુ ગ્રેડમાં 4040,સીવન ગ્રેડમાં 4734,સી ટુ ગ્રેડમાં 3040 અને ડી ગ્રેડમાં 250 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
આ વખત કેટલીક શાળાઓને 0 ટકા પરિણામ પણ ખોંધાયું હતું જેમાં 7 જેટલી શાળાનો સમાવેશ થાય છે. 25 જેટલી શાળાઓનુ 100 ટકા પરિણામ નોંધાયું છે. 30 ટકાથી ઓછા પરિણામવાળી 6 જેટલી શાળાઓ નોંધાઇ છે. પરિક્ષા કેન્દ્રોના પરિણામની વાત કરવામાં આવે તો કાલોલ પરિક્ષા કેન્દ્રની સીચી વધારે 92.66 અને શહેરા તાલુકાની સુરેલી કેન્દ્ર નું 49.75 ટકા પરિણામ નોંઘયું છે. જીલ્લાના એસએસસી પરિક્ષાના પરિણામના ગત વર્ષની ટકાવારી કરતા 9 ટકા ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો..
- Junagadh: હવામાન બગડતા રાહુલ ગાંધીનો આજનો જૂનાગઢ પ્રવાસ રદ, હવે આવતીકાલે કરશે મુલાકાત
- પોલીસ કમિશનર પણ આ ઘટના મુદ્દે કાર્યવાહી કરે, જવાબદાર અધિકારીઓને ડિસમિસ કરે: Isudan Gadhvi
- Rajkot: પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસ, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું જૂનાગઢ જેલમાં આત્મસમર્પણ
- Ahmedabad: નવરાત્રી દરમિયાન ખોટી બાજુએ વાહન ચલાવવા અને કારના કાચ રંગીન કરવા પર પ્રતિબંધ મૂકવા ગુજરાત હાઈકોર્ટનો સરકારને નિર્દેશ
- Gandhinagar: મેગા ડિમોલિશન ડ્રાઇવ, 700થી વધુ કાચા-પાકા મકાનો તોડી પાડાયા